Get The App

અમદાવાદ: આઈસક્રીમના કેરેટની આડમાં ચાલતી દારૂની હેરફેર ઝડપાઈ, લાખનો મુદ્દામાલ સાથે 3ની ધરપકડ

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: આઈસક્રીમના કેરેટની આડમાં ચાલતી દારૂની હેરફેર ઝડપાઈ, લાખનો મુદ્દામાલ સાથે 3ની ધરપકડ 1 - image


Ahmedabad News:  અમદાવાદા ક્રાઈમ બ્રાન્ચે શનિવારે (21મી ફેબ્રઆરી) રાત્રે એસ.પી.રિંગ રોડ પરથી દારૂની મોટી હેરફેર ઝડપી પાડી છે. એક ટ્રકમાંથી આઈસક્રિમના ખાલી પ્લાસ્ટિકની આડમાં વિદેશી દારૂના જથ્થા સહિત 12.19 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે જ ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી માહિતી મુજબ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે એસ.પી. રિંગ રોડ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન નાના ચિલોડા સર્કલ પાસે એક ટ્રકની તપાસ કરી હતી. જેમાંથી આઇસક્રીમના ખાલી કેરેટોની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં દારૂ ભરેલી 145 બોટલ, બિયર 360 નંગ સહિત કુલ 12,19,060 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અમદાવાદ: આઈસક્રીમના કેરેટની આડમાં ચાલતી દારૂની હેરફેર ઝડપાઈ, લાખનો મુદ્દામાલ સાથે 3ની ધરપકડ 2 - image

આ પણ વાંચો: અમદાવાદના બહેરામપુરામાં સરાજાહેરમાં ખૂની ખેલ, 19 વર્ષના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા 

મહત્ત્વનું છે કે, આ કાર્યવાહી દરમિયાન મૂળ રાજસ્થાનના દેવગઢના અને અત્યારે અમદાવાદના ઠક્કરનગરમાં રહેતા 21 વર્ષીય જવાનસિંઘ ઉર્ફે નેનાસિંઘ રાવત, રાજસ્થાનના પાલરા ગામના રહેવાસી 30 વર્ષીય કાનસિંઘ રાવત અને રાજસ્થાનના સાંગાવાસના રહેવાસી 22 વર્ષીય પ્રેમકુમાર ભાંડની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.