Gujarat

અમદાવાદમાં 'લવ જેહાદ'ના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોનો હોબાળો, જિલ્લા રજિસ્ટ્રાર ઑફિસમાં સર્જાયો ‘ડ્રામા’

By GS TEAM
3 Mar 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ શહેરના ઘીકાંટા વિસ્તારમાં આવેલી જિલ્લા રજિસ્ટ્રાર ઑફિસ 3 માર્ચે રીતસરની છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતી પ્રેમલગ્ન કરવા માટે પહોંચતા જ હિન્દુ સંગઠનોએ ત્યાં પહોંચીને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં ઉત્તેજનાભર્યો માહોલ સર્જાયો હતો. યુવતીના પરિવારજનો અને હિન્દુ સંગઠનોએ આક્ષેપ કર્યો હતો કે, રજિસ્ટ્રાર ઑફિસમાં બંધ બારણે સેટિંગ ગોઠવીને આ પ્રક્રિયા કરાઈ રહી છે. યુવતીને પ્રેમજાળમાં ફસાવાઈ છે, તો હિન્દુ સંગઠનોએ આ ઘટનાને લવ જેહાદ ગણાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં 'લવ જેહાદ'ના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોનો હોબાળો, જિલ્લા રજિસ્ટ્રાર ઑફિસમાં સર્જાયો ‘ડ્રામા’

Ahmedabad Love Jihad Row: અમદાવાદ શહેરના ઘીકાંટા વિસ્તારમાં આવેલી જિલ્લા રજિસ્ટ્રાર ઑફિસ 3 માર્ચે રીતસરની છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતી પ્રેમલગ્ન કરવા માટે પહોંચતા જ હિન્દુ સંગઠનોએ ત્યાં પહોંચીને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં ઉત્તેજનાભર્યો માહોલ સર્જાયો હતો. યુવતીના પરિવારજનો અને હિન્દુ સંગઠનોએ આક્ષેપ કર્યો હતો કે, રજિસ્ટ્રાર ઑફિસમાં બંધ બારણે સેટિંગ ગોઠવીને આ પ્રક્રિયા કરાઈ રહી છે. યુવતીને પ્રેમજાળમાં ફસાવાઈ છે, તો હિન્દુ સંગઠનોએ આ ઘટનાને લવ જેહાદ ગણાવી છે.  

વકીલના વેશમાં યુવતીને કોર્ટમાં લઈ જવાઈ, વકીલોનો વિરોધ

આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ ચર્ચા યુવતીના પહેરવેશની થઈ રહી છે. લગ્ન કરવા આવેલી યુવતી વકીલના ડ્રેસમાં સજ્જ થઈને આવી હતી, જેને જોઈને ત્યાં હાજર અન્ય વકીલોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. યુવતી વકીલ ન હોવા છતાં વકીલના સ્વાંગમાં આવતાં કાયદાકીય વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ પણ પોતાની મર્યાદાના ઉલ્લંઘન બદલ નારાજગી વ્યક્ત કરી છે.

વરિષ્ઠ વકીલે આ અંગે જણાવ્યું કે, 'આજે કોર્ટમાં એક મહિલા અને એક પુરુષ વકીલ ન હોવા છતાં વકીલના સ્વાંગમાં આવ્યા હતા, જેની જાણ અમે કારંજ પોલીસ સ્ટેશનને કરી હતી, ત્યારબાદ તેઓ કોર્ટ આવ્યા છે અને બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની બાહેંધરી આપી છે. અમારી પીઆઇ પાસે માંગ છે કે, બંને વિરુદ્ધ કાયદેસરનો ગુનો થતો હોય તે દાખલ કરો.'

નરોડાના સલમાન મન્સૂરી સાથે લગ્ન

યુવતી નરોડાના સલમાન મન્સૂરી નામના યુવક સાથે કોર્ટ મેરેજ કરવા પહોંચી હતી. યુવતીના પરિવારજનો અને હિન્દુ સંગઠનોએ આને 'લવ જેહાદ' ગણાવીને વિરોધ નોંધાવ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારે આ લગ્નનો સખત વિરોધ કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે યુવતીને ભ્રમિત કરવામાં આવી છે.