Gujarat

અદાવાદના યુવકને ડેટિંગ એપ પર યુવતી સાથે મિત્રતા કરવી પડી ભારે, 56 લાખથી વધુ ગુમાવ્યા

By GS TEAM
5 Apr 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ઓનલાઈન ડેટિંગ એપ દ્વારા છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મણિનગરમાં રહેતા અને એક ફાર્મા કંપનીમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય યુવકે ડેટિંગ એપ પર થયેલી મિત્રતાની કિંમત લાખો રૂપિયા ગુમાવીને ચૂકવવી પડી છે. કરન્સી ટ્રેડિંગમાં મોટા નફાની લાલચમાં આવીને આ યુવાને કુલ 56.35 લાખ રૂપિયા ગુમાવ્યા છે. આ અંગે ભોગ બનનાર યુવકે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અદાવાદના યુવકને ડેટિંગ એપ પર યુવતી સાથે મિત્રતા કરવી પડી ભારે, 56 લાખથી વધુ ગુમાવ્યા

Ahmedabad Cyber Scam: અમદાવાદમાં ઓનલાઈન ડેટિંગ એપ દ્વારા છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મણિનગરમાં રહેતા અને એક ફાર્મા કંપનીમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય યુવકે ડેટિંગ એપ પર થયેલી મિત્રતાની કિંમત લાખો રૂપિયા ગુમાવીને ચૂકવવી પડી છે. કરન્સી ટ્રેડિંગમાં મોટા નફાની લાલચમાં આવીને આ યુવાને કુલ 56.35 લાખ રૂપિયા ગુમાવ્યા છે. આ અંગે ભોગ બનનાર યુવકે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિશ્વાસનો ફાયદો ઉઠાવીને યુવતીએ યુવક પાસે રોકાણ કરાવ્યું

મળતી માહિતી અનુસાર, આ છેતરપિંડીની શરૂઆત ટિન્ડર નામની ડેટિંગ એપ્લિકેશનથી થઈ હતી, જેનો ઉપયોગ યુવક છેલ્લા પાંચેક વર્ષથી કરતો હતો. આ પ્લેટફોર્મ પર તેનો કોન્ટેક્ટ આરોહી ગુપ્તા નામની યુવતી સાથે થયો હતો. શરૂઆતની સામાન્ય વાતચીત બાદ આ યુવતીએ યુવકને કરન્સી ટ્રેડિંગમાં રોકાણ કરીને મોટો નફો કમાવવાની સ્કીમ સમજાવી હતી. યુવતીની મીઠી વાતોમાં ભોળવાઈ જઈને યુવકે એક અજાણી એપ્લિકેશન પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી હતી અને પોતાના અંગત દસ્તાવેજો આપીને તેમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું. શરૂઆતમાં યુવકે 40 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા, જેની સામે એપમાં 43 હજારથી વધુનું બેલેન્સ અને નફો દેખાડવામાં આવતા તેને યુવતી અને તે એપ્લિકેશન પર પૂરેપૂરો વિશ્વાસ બેસી ગયો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: ઈંટોના ભઠ્ઠા પર ટ્રેક્ટર ચાલકની બેદરકારીએ દોઢ વર્ષના માસૂમનો જીવ લીધો, અકસ્માત સર્જી ચાલક ફરાર

1.24 કરોડ રૂપિયાનો નફો બતાવ્યો

શરૂઆતમાં વિશ્વાસનો ફાયદો ઉઠાવીને યુવતીએ યુવક પાસે વધુ રોકાણ કરાવ્યું હતું. નફાની લાલચમાં આવીને ફરિયાદીએ કટકે-કટકે કુલ રૂપિયા 35.40 લાખ જેટલી મોટી રકમ તે એપ્લિકેશનમાં જમા કરાવી દીધી હતી, જેની સામે તેને 1.24 કરોડ રૂપિયાનો નફો દર્શાવવામાં આવતો હતો. જો કે, જ્યારે યુવકે આ નફા સહિતની રકમ ઉપાડવા માટે પ્રયત્ન કર્યો, ત્યારે ગઠિયાઓએ ટેક્સ અને અન્ય ચાર્જીસના વિવિધ બહાના બતાવીને વધુ પૈસાની માંગણી કરી હતી. પોતાના જ નાણાં પરત મેળવવાની મથામણમાં યુવકે વધારાના 17 લાખ અને 3.95 લાખ એમ અલગ-અલગ રકમ પણ જમા કરાવી દીધી હતી. આમ, કુલ 56.35 લાખ ચૂકવ્યા બાદ પણ એક રૂપિયો પરત ન મળતા, આખરે તેને પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થઈ હતી.