Get The App

સાયબર ક્રાઇમના ત્રણ ગુનાઓમાં સંડોવાયેલા પાંચ આરોપીઓ ઝડપાયા

રોકાણ, એપીકે ફાઇલ મોકલીને છેતરપિંડી થઇ હતી

ઝડપાયેલા આરોપીઓએ ચાઇનીઝ ગેંગને નાણાંની હેરફેર માટેના મ્યૂલ બેંક એકાઉન્ટ પુરા પાડયા હતા

Updated: May 4th, 2026

GS TEAM

Google News
Google News
સાયબર ક્રાઇમના ત્રણ ગુનાઓમાં સંડોવાયેલા પાંચ આરોપીઓ ઝડપાયા 1 - image

અમદાવાદ,રવિવાર

અમદાવાદમાં નોંધાયેલા સાયબર ક્રાઇમના ત્રણ ગુનાઓમાં સંડોવાયેલા પાંચ આરોપીઓને સાયબર ક્રાઇમ  સેલ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગના આરોપીઓને સુરતથી ઝડપી લીધા હતા. તેમણે ચાઇનીઝ ગેંગ માટે મ્યૂલ બેંક એકાઉન્ટ પુરા પાડવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

સાયબર ક્રાઇમના ત્રણ ગુનાઓમાં સંડોવાયેલા પાંચ આરોપીઓ ઝડપાયા 2 - imageઅમદાવાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધાયેલા વિવિધ ગુનાઓમાં આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા ટેકનીકલ એનાસીલીસ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અનુસંધાનમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં એક વ્યક્તિને શેરબજારમાં રોકાણની સામે ૨૦૦ ટકા  વળતર અપાવવાની લાલચ આપીને ૧૮ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે  કન્ટ્રક્શનનો વ્યવસાય કરનાર જીતેન્દ્ર બુહા (રહે. વેનીજીયા,યોગીનગર, યોગી ચોક,સુરત), શૈલેષ રંગપરીયા (રહે. યોગીનગર, વરાછા, સુરત) અને પિયુષ સોલંકી (રહે.ભવાનીનગર સોસાયટી, વરાછા, સુરત)ની ધરપકડ કરી હતી. 

 સાયબર ક્રાઇમના ત્રણ ગુનાઓમાં સંડોવાયેલા પાંચ આરોપીઓ ઝડપાયા 3 - imageશેરબજારમાં છેતરપિંડીના અન્ય ગુનામાં સિનિયર સિટીઝનના ૫૫ લાખ રૂપિયા પડાવવાના કેસમાં પોલીસે જયસુખ જીવાણી (રહે. વિઠ્ઠલનગર સોસાયટી, વરાછા)ની ધરપકડ કરવામાં આવી હતી. જયસુખ જીવાણી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ તેમજ જમીન દલાલીની સાથે ચાઇનીઝ ગેગ માટે મ્યૂલ એકાઉન્ટનું સેટીંગ કરતો હતો.

જ્યારે આરટીઓ ચલણની એપીકે ફાઇલ મોકલીને એક વ્યક્તિનો ફોન હેક કરીને યશ બેેંકના એકાઉન્ટમાંથી ૩૨ લાખ જેટલી રકમની છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેસમાં સુરતના વરાછામાં આવેલા આધાર શિલા એપાર્ટમેન્ટમાં રહેતા ઘનશ્યામ બારૈયાની ધરપકડ કરી હતી.