અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના PSI પર છરીના ઘા ઝીંક્યા, એમડી ડ્રગ્સ વેચનારા પર દરોડા વચ્ચે બની ઘટના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| AI IMAGE |
Ahmedabad News: શહેરમાં નશાના કાળા કારોબારને નાબૂદ કરવા માટે કાર્યરત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર ડ્રગ્સ પેડલરોએ હિંસક હુમલો કર્યો છે. ભાટ ગામ નજીક એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક શંકાસ્પદ આરોપીને પકડવા ગયેલી ટીમ પર આરોપીએ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે.
ઓપરેશન દરમિયાન અકસ્માત અને અફરાતફરી
મળતી માહિતી મુજબ, ગઈકાલે સાંજના સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે, ભાટ ગામ નજીક એમડી ડ્રગ્સની હેરાફેરી થવાની છે. આ બાતમીના આધારે પોલીસે ગુપ્ત રીતે છટકું ગોઠવ્યું હતું. પોલીસ જ્યારે આરોપીને કોર્ડન કરવા ગઈ ત્યારે પોલીસના વાહન અને શંકાસ્પદ આરોપીના વાહન વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ફરજ પરના PSI પર છરીથી હુમલો
પોલીસથી ઘેરાઈ ગયેલા આરોપીએ ભાગવાના અંતિમ પ્રયાસ રૂપે પોતાની પાસે રહેલી તીક્ષ્ણ છરી કાઢી હતી. અંધાધૂંધીનો લાભ લઈ આરોપીએ ફરજ પરના PSI પર છરી વડે હુમલો કરી દીધો હતો. આ હિંસક હુમલામાં પોલીસ અધિકારીને ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો:યુરેનિયમ આપવાનો સવાલ જ નથી: સીઝફાયર વચ્ચે ઈરાનનો અમેરિકાને ફરી જડબાતોડ જવાબ
પોલીસની મોટી સફળતા 350 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું
પોલીસ અધિકારી પર હુમલો થયો હોવા છતાં, ક્રાઈમ બ્રાન્ચની ટીમના અન્ય જવાનોએ હિંમત હાર્યા વગર ઓપરેશન ચાલુ રાખ્યું હતું. પોલીસની સતર્કતાને કારણે આરોપી ભાગવામાં સફળ રહ્યો નહોતો. ઘટનાસ્થળેથી પોલીસે આશરે 350 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો ગેરકાયદેસર જથ્થો જપ્ત કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત લાખો રૂપિયામાં આંકવામાં આવી રહી છે.
તપાસનો ધમધમાટ
ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સનો જથ્થો કબજે કરી આરોપી વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને કોને પહોંચાડવાનું હતું, તે દિશામાં ઉંડી તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ પર થયેલા આ હુમલાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ડ્રગ્સ માફિયાઓ કેટલા બેફામ બન્યા છે, પરંતુ પોલીસ પણ તેમને જેલના સળિયા પાછળ ધકેલવા મક્કમ છે.








