Gujarat

અમદાવાદ બોમ્બ ધમકી કેસમાં મોટો ખુલાસો, 'મેઝી ક્વીકલ' નામે વિદેશી સર્વરથી મોકલાયો હતો શાળાઓને ઈ-મેલ

By GS TEAM
18 Dec 20252 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ગઈ કાલે (બુધવારે) વહેલી સવારથી જ શાળાઓ અને સરકારી સંસ્થાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદની અંદાજે 23 જેટલી પ્રતિષ્ઠિત શાળાઓ અને સાબરમતી સેન્ટ્રલ જેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. જોકે, સઘન તપાસ બાદ કંઈ પણ વાંધાજનક ન મળી આવતા આ ધમકી માત્ર એક 'હોક્સ' (અફવા) હોવાનું બહાર આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ બોમ્બ ધમકી કેસમાં મોટો ખુલાસો, 'મેઝી ક્વીકલ' નામે વિદેશી સર્વરથી મોકલાયો હતો શાળાઓને ઈ-મેલ

Ahmedabad Bomb Threat : અમદાવાદમાં ગઈ કાલે (બુધવારે) વહેલી સવારથી જ શાળાઓ અને સરકારી સંસ્થાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદની અંદાજે 23 જેટલી પ્રતિષ્ઠિત શાળાઓ અને સાબરમતી સેન્ટ્રલ જેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું. જોકે, સઘન તપાસ બાદ કંઈ પણ વાંધાજનક ન મળી આવતાં આ ધમકી માત્ર એક 'હોક્સ' (અફવા) હોવાનું બહાર આવ્યું છે.

વિદેશી આઇડી પરથી મોકલાયા ઈમેલ

તપાસમાં જાણવા મળ્યું છે કે આ ધમકીભર્યા મેલ 'મેઝી ક્વીકલ' જેવા ફેક નામો ધરાવતા ત્રણ અલગ-અલગ વિદેશી સર્વર અને ઈમેલ આઇડી (હોટમેલ અને એટોમિક મેલ) પરથી મોકલવામાં આવ્યા હતા. તમામ 23 શાળાઓ અને જેલ પ્રશાસનને મોકલવામાં આવેલા મેલનું લખાણ એક સમાન હતું, જે સૂચવે છે કે આ કોઈ એક વ્યક્તિ અથવા સંગઠિત ગ્રૂપનું સુનિયોજિત કૃત્ય હોઈ શકે છે.

પોલીસ અને સુરક્ષા એજન્સીઓનું સર્ચ ઓપરેશન

ધમકી મળતાં જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ સાથે પોલીસની ટીમો જે-તે સ્થળે પહોંચી ગઈ હતી. કલાકોની જહેમત બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતાં પોલીસે સત્તાવાર રીતે પુષ્ટિ કરી હતી કે આ મેલ માત્ર ડર ફેલાવવા માટે કરવામાં આવ્યા હતા.

સાયબર ક્રાઇમની એક્શન: FIR દાખલ

આ ગંભીર મામલાને જોતાં અમદાવાદ સાયબર ક્રાઇમે બુધવારની મોડી રાત્રે જ કન્સોલિડેટેડ FIR દાખલ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તમામ ઈમેલ્સનું કન્ટેન્ટ એકસરખું જ હતું, જે સૂચવે છે કે આ કોઈ એક વ્યક્તિ અથવા ચોક્કસ ગ્રૂપનું કામ હોઈ શકે છે. સાયબર એક્સપર્ટ્સ હાલમાં VPN(Virtual Private Network)ના ઉપયોગ અને ઈમેલ કયા દેશમાંથી આવ્યા છે? સ્થાનિક સ્તરે કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે ઉંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

ઈમેલ મોકલવા માટે VPN(Virtual Private Network)નો ઉપયોગ થયો છે કે કેમ?

ધમકીના મૂળ સ્ત્રોત અને કયા દેશમાંથી આ મેલ ઓપરેટ થયા છે તેની ઓળખ.

સ્થાનિક સ્તરે કોઈની સંડોવણી છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ.

વાલીઓ અને નાગરિકોને કરાઈ હતી અપીલ

શહેર પોલીસ કમિશ્નર અને વહીવટી તંત્ર દ્વારા શહેરના નાગરિકો, ખાસ કરીને વાલીઓને અપીલ કરવામાં આવી હતી કે, 'કોઈએ પણ ગભરાવાની જરૂર નથી. આ એક હોક્સ મેલ હતો. સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહો અને શાળાઓમાં સુરક્ષાની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.'