Gujarat

દિવાળીએ અમદાવાદની હવા પણ ઝેરી બની, WHOની મર્યાદાથી સાત ગણું ખરાબ પ્રદૂષણ

By GS TEAM
20 Oct 20252 mins read
TukuTouch Logo
પીક અવર્સમાં ધૂળ અને ધૂમાડામાં મોટા ભાગના નિયમિત અવર-જવર કરનારા અમદાવાદીઓ દરેક ચાર રસ્તે હેલમેટ સાથે માસ્ક અચૂક પહેરે છે. કારણ ધૂળ અને ધૂમાડાના કારણે વઘી રહેલા પ્રદૂષણનું જોખમી સ્તર છે. હાલમાં 19 ઓક્ટોબર 2025ના રોજ અમદાવાદનું AQI 104, હવામાં તરતા પ્રદૂષણના રજકણો પાર્ટીક્યૂલેટ મેટર PM2.5નું સ્તર 36.8 છે. ઓક્ટોબર 2025માં શહેરનું એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 195 સુધી પહોંચી ગયું છે, જે બિનઆરોગ્યપદ શ્રેણીમાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળીએ અમદાવાદની હવા પણ ઝેરી બની, WHOની મર્યાદાથી સાત ગણું ખરાબ પ્રદૂષણ

Ahmedabad Air Pollution: પીક અવર્સમાં ધૂળ અને ધૂમાડામાં મોટા ભાગના નિયમિત અવર-જવર કરનારા અમદાવાદીઓ દરેક ચાર રસ્તે હેલમેટ સાથે માસ્ક અચૂક પહેરે છે. કારણ ધૂળ અને ધૂમાડાના કારણે વઘી રહેલા પ્રદૂષણનું જોખમી સ્તર છે. હાલમાં 19 ઓક્ટોબર 2025ના રોજ અમદાવાદનું AQI 104, હવામાં તરતા પ્રદૂષણના રજકણો પાર્ટીક્યૂલેટ મેટર PM2.5નું સ્તર 36.8 છે. ઓક્ટોબર 2025માં શહેરનું એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 195 સુધી પહોંચી ગયું છે, જે બિનઆરોગ્યપદ શ્રેણીમાં છે. 

આ પણ વાંચોઃ અમદાવાદના RTI એક્ટિવિસ્ટની હત્યા કેસમાં 4 આરોપીની ધરપકડ, થરાદમાં કેનાલમાંથી મૃતદેહ મળ્યો હતો

WHOની મર્યાદાથી સાત ગણું વધુ પ્રદૂષણ

વટવા GIDCમાં પ્રદૂષણનું સ્તર સૌથી વધુ 320 માસ્ક પહેરી બહાર નીકળવું પડે તેવી સ્થિતિ છે. આ સ્તર વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા નક્કી કરેલી મર્યાદાથી સાત ગણું વધારે છે. 2022માં આ મહિનાનું સર્વોચ્ચ AQI 174 હતું, પણ 2025માં તે વધુ ખરાબ થયું. ઔદ્યોગિક ધુમાડો, વાહનો અને હવામાનને કારણે આ સમસ્યા વધી છે. લોકોના આરોગ્ય પર અને રોજિંદા જીવન પર તેની અસર પડી રહી છે. બે દિવસ પહેલાં 17 ઓક્ટોબરે તે 126 હતું. અમદાવાદના મુખ્ય વિસ્તારોમાં અલગ-અલગ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેમ કે, એસ.જી.હાઈવેના કર્ણાવતી ક્લબની આસપાસનો વિસ્તાર સૌથી વધુ પ્રદૂષણ ધરાવતા વિસ્તારોમાંનો એક છે. તો બીજી તરફ શહેરના ઔદ્યોગિક વિસ્તારોમાં વટવા જીઆઈડીસીમાં  એર ક્વોલિટી 320 સુધી પહોંચી છે. 

ખરાબ સ્તરની હવા

કોવિડ પછીના સમયગાળામાં શાળાએ જતાં બાળકો, નોકરીયાતો અને ટુ વ્હીલ લઈને જઈ રહેલા યુવાનો હવે માસ્ક બાંઘ્યા વિના નીકળી શક્તા નથી. એક તરફ વાહનોનો ધરખમ વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ અમદાવાદની હવામાં દિનપ્રતિદિન પ્રદૂષણ વધી રહ્યું છે. 2020થી 2025 સુધીના ડેટા દર્શાવે છે કે, 2022માં ઓક્ટોબરમાં 174 AQI હતું, જે એક વર્ષ પછી 2025માં 195 થઈ ગયું. 2025માં ગુજરાતમાં 53 દિવસ 'ખરાબ સ્તરની' હવા હતી. 

આ પણ વાંચોઃ અમદાવાદ: નારણપુરામાં રાહદારીના પગ પર BRTS બસનું ટાયર ફરી વળતાં બસમાં તોડફોડ, 2 સામે ફરિયાદ

લોકડાઉનના ઘરે સુધરી હતી હવા

2024માં 7 મહિના ‘ખરાબસ્તર’ની હવા રહી. કોવિડના સમયમાં લોકડાઉનને કારણે હવા સુધરી હતી તે હવે ફરી ધીમે ધીમે ભયજનક સ્તરે પહોંચી રહી છે. વટવા-પિરાણા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં 10 લાખ જેટલાં વાહનોની અવરજવર, ધૂળભર્યા રસ્તા, બાંધકામ અને ઘટી રહેલી લિલોતરીને કારણે પરિસ્થિતિ હજુ બગડશે તેવી શક્યતાઓ છે. 

અમદાવાદની હવામાં PM 2.5, PM 10, NO2 અને SO2 મુખ્ય પ્રદૂષકો છે. ધૂળ સાથે પેટ્રોલ, ડિઝલનો ધૂમાડો ભળે છે ત્યારે જોખમી અસ્થમા અને શ્વાસની બીમારીવાળા દર્દીઓ હાલત વધુ ખરાબ થાય છે.