અમદાવાદના RTI એક્ટિવિસ્ટની હત્યા કેસમાં 4 આરોપીની ધરપકડ, થરાદમાં કેનાલમાંથી મૃતદેહ મળ્યો હતો

Ahmedabad News : અમદાવાદના RTI એક્ટિવિસ્ટનો ગત 13 ઓક્ટોબરના રોજ થરાદમાં આવેલી નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી, જેમાં આત્મહત્યા નહીં પરંતુ હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. હત્યાના બનાવ મામલે થરાદ પોલીસે 4 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, થોડા દિવસ પહેલા થરાદની નર્મદા કેનાલમાં રસિક પરમાર નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના ગળાના ભાગે કાપાના નિશાન જોવા મળ્યા હતા. આ કેસની પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક RTI એક્ટિવિસ્ટ તરીકે ભ્રષ્ટાચારીને ઉજાગર કરતા હતા. જેમાં બિલ્ડર લોબીએ RTI એક્ટિવિસ્ટની હત્યા કરાવવા માટે 20 લાખ રૂપિયાની સોપારી આપી હતી.
આ પણ વાંચો: અમદાવાદ: પાલડીના જૈન દેરાસરમાં 1.64 કરોડની ચાંદીના આભૂષણોની ચોરી, પૂજારી સહિત 5 ઝડપાયા
સમગ્ર કેસ મામલે DySpએ જણાવ્યું હતું કે, હત્યાના ગુનાનો ફેદ ઉકેલવા માટે પોલીસની 8 ટીમની રચના કરાઈ હતી. પોલીસે આરોપીનું લોકેશન ટ્રેસ કરીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીની પૂછપરછમાં જણાયું હતું કે, ઝુંપડપટ્ટી કે વસાહતોના રીડેવલપમેન્ટમાં આરોપીએ બોગસ ગ્રાહકો ઊભા કર્યા હતા. આ મામલે મૃતક સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરવાના હોવાથી આરોપીએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.