Gujarat

અમદાવાદના 4 વિસ્તારમાં AQI 240થી વધુ, પ્રદૂષણના સ્તરમાં સતત ચિંતાજનક વધારો

By GS TEAM
28 Nov 20251 min read
TukuTouch Logo
અમદાવાદમાં હવાની ગુણવત્તાનું સ્તર સતત બગડી રહ્યું છે, જેને કારણે શહેરના વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. ગુરુવારે (27મી નવેમ્બર) શહેરમાં સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 177 નોંધાયો હતો, જે સામાન્ય કરતાં ઘણો વધારે છે. જોકે, શહેરના કેટલાક વિસ્તારોમાં AQI 'ખરાબ' શ્રેણીમાં પહોંચી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના 4 વિસ્તારમાં AQI 240થી વધુ, પ્રદૂષણના સ્તરમાં સતત ચિંતાજનક વધારો

Ahmedabad News: અમદાવાદમાં હવાની ગુણવત્તાનું સ્તર સતત બગડી રહ્યું છે, જેને કારણે શહેરના વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. ગુરુવારે (27મી નવેમ્બર) શહેરમાં સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 177 નોંધાયો હતો, જે સામાન્ય કરતાં ઘણો વધારે છે. જોકે, શહેરના કેટલાક વિસ્તારોમાં AQI 'ખરાબ' શ્રેણીમાં પહોંચી ગયો છે.

રાયખડ અને રખિયાલમાં હવાની ગુણવત્તા 'ખરાબ'

અમદાવાદમાં સરેરાશ એક્યુઆઇ 177 નોંધાયો હતો. વિસ્તાર પ્રમાણે વાત કરવામાં આવે તો ચાંદખેડામાં 204, ગ્યાસપુરમાં 250, રખિયાલમાં 259, બોપલમાં 199, સેટેલાઇટમાં 134, જ્યારે એરપોર્ટમાં 249 જેટલો એક્યુઆઇ નોંધાયો હતો. ગુજરાતમાં આજે અન્યત્ર અંકલેશ્વરમાં 138, સુરતમાં 277 જેટલું એક્યુઆઇ નોંધાયું હતું. એર ક્વોલિટી ઈન્ડેક્સ 201-300 વચ્ચે હોય તો ‘ખરાબ, 301-400 વચ્ચે હોય તો ‘અત્યંત ખરાબ, 401-500 વચ્ચે હોય તો ‘ચિંતાજનક શ્રેણીમાં મૂકવામાં આવે છે.

આ પણ વાંચો: સરખેજમાં ફિલ્મ જેવી ઘટના: યુવતીની પજવણી કરનાર યુવકે હોસ્પિટલમાં જ પેટ્રોલ છાંટી આત્મદાહનો પ્રયાસ કર્યો, યુવતી બેભાન

રાજ્યમાં અન્યત્ર સ્થિતિ

ગુજરાતમાં અન્ય શહેરોની વાત કરીએ તો, સુરતમાં AQI 277 નોંધાયો હતો, જે 'ખરાબ' શ્રેણીમાં છે, જ્યારે અંકલેશ્વરમાં AQI 138 નોંધાયો હતો, જે મધ્યમ શ્રેણીમાં ગણાય છે. શહેરીજનોને તંત્ર દ્વારા આ પ્રદૂષણની સ્થિતિમાં માસ્ક પહેરવા અને સવારના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવા જેવી સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.