Gujarat

VIDEO: ગંભીરા બાદ જૂનાગઢમાં બ્રિજ તૂટ્યો, માંગરોળના આજક ગામે રિપેરિંગ કરતી વખતે બની ઘટના

By GS Team
15 Jul 20251 min read
This article was originally published on 15 Jul 2025
TukuTouch Logo
વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાને હજુ તો થોડાક જ દિવસો થયા છે ત્યાં હવે જૂનાગઢના માંગરોળના આજક ગામે પણ બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે. આ ઘટના બ્રિજના રિપેરિંગ કામ વખતે બની હતી. જોકે સદભાગ્યે કોઈ જાનહાનિ થઇ નહોતી. આ બ્રિજ આત્રોલીથી કેશોદ તરફ જવાના રસ્તે આવેલો હતો. જોકે આ ઘટના વખતે બ્રિજ પર ઊભેલા લોકો નદીમાં ખાબકી ગયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: ગંભીરા બાદ જૂનાગઢમાં બ્રિજ તૂટ્યો, માંગરોળના આજક ગામે રિપેરિંગ કરતી વખતે બની ઘટના

Junagadh Bridge Collapsed : વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાને હજુ તો થોડાક જ દિવસો થયા છે ત્યાં હવે જૂનાગઢના માંગરોળના આજક ગામે પણ બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે. આ ઘટના બ્રિજના રિપેરિંગ કામ વખતે બની હતી. જોકે સદભાગ્યે કોઈ જાનહાનિ થઇ નહોતી. આ બ્રિજ આત્રોલીથી કેશોદ તરફ જવાના રસ્તે આવેલો હતો. જોકે આ ઘટના વખતે બ્રિજ પર ઊભેલા લોકો નદીમાં ખાબકી ગયા હતા. 


બ્રિજ પહેલાથી જર્જિરત હતો : ધારાસભ્ય દેવા માલમ 

આ મામલે ધારાસભ્યનું દેવા માલમનું કહેવું છે કે આ બ્રિજ પહેલાથી જર્જરિત જ હતો અને તેને તોડવાનો જ હતો. જોકે તેનું સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે જ તે તૂટી પડ્યું. આ દરમિયાન બ્રિજ પર ઊભેલા લોકો નદીમાં ખાબકી ગયા. જોકે કોઇ જાનહાનિ થઈ નહોતી. લોકોને ઘટનાસ્થળે હાજર લોકોએ જ બચાવી લીધા હતા. 

સરપંચે આપ્યું નિવેદન 

આ મામલે ગામના સરપંચે નિવેદન આપતા કહ્યું છે કે નવો પુલ બનાવવા માટે જૂનો બ્રિજ તોડવામાં આવી રહ્યો હતો. જોકે આ દરમિયાન જ દુર્ઘટના સર્જાઈ ગઇ હતી કેમ કે બીજી સાઈડથી બ્રિજ તૂટી પડ્યો હતો. આ દરમિયાન હીટાચી મશીન સાથે કુલ 6 થી વધુ લોકો નદીમાં ખાબકી ગયા હતા. જોકે ઘટનાસ્થળે હાજર ટીમને કારણે તમામને બચાવી લેવામાં સફળતા મળી હતી. આ પુલ 20 થી 22 વર્ષ જૂનો હતો.