Gujarat

વેસુના સ્પામાં લૂંટ બાદ પુણાના સ્પામાં હપ્તા નહી મળતા લૂંટ કરનારા પકડાયા

By GS Team
22 Jul 20202 mins read
This article was originally published on 22 Jul 2020
વેસુના સ્પામાં લૂંટ બાદ પુણાના સ્પામાં હપ્તા નહી મળતા લૂંટ કરનારા પકડાયા

સુરત, તા. 22 જુલાઈ, 2020,  બુધવાર


સુરતના વેસુ વી્આઈપી રોડ રૃંગટા શોપીંગ સેન્ટરમાં આવેલા સ્પામાં છરાની અણીએ લૂંટ ચલાવવાની ઘટના ગણતરીના કલાકો બાદ મોડી સાંજે પરવત પાટીયા કિષ્ના સર્કલ પાસે સીલીકોન વ્યુ કોમ્પ્લેક્ષમાં આવેલા સ્પામાં છરા સાથે ત્રાટકેલા ત્રણ લૂંટારૃઓએ સ્પાના સંચાલક અને તેના માણસને છરો બતાવી હપ્તા ક્યું નહી દીયા કહીને રૃા.9100 લૂંટી લીધા હતા. આ વિડીયો વાયરલ થયા બાદ કુલ ચાર આરોપીની ધરપકડ કરાઇ છે.


પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પાંડેસરા શિવનગરની પાસે આકાશભુમી એપાર્ટમેન્ટમાં રહેતા રાજેન્દ્ર રામહીત ગુપ્તા ( ઉ.વ.37 ) એ કોરોનાને લીધે રીક્ષાનો ધંધો બંધ કરી પરવત પાટીયા ક્રિષ્ના સર્કલ પાસે સીલીકોન વ્યુ કોમ્પ્લેક્ષમાં રાહુલ ઉર્ફે પીન્ટુ સાથે સ્પા શરૃ કર્યું હતું. સોમવારે સાંજે તેઓ બંને સ્પામાં બેઠા હતા તે વખતે ત્રણ અજાણ્યા સ્પામાં આવ્યા હતા અને ક્યા હે રે ? ક્યુ ચાલુ કીયા ? કિસ કો પુછા ? હમસે ક્યુ નહી મીલે ? તેમ કહી ગાળાગાળી કરવા લાગ્યા હતા. રાજેન્દ્રએ તેમને આપ કોન હો પુછતા સાલે હમ કો પહેચાનતા નહી ? સ્પા ચાલુ કરને સે પહેલે હમકો પૈસા ક્યુ નહી દિયા તેમ કરી છરો બતાવી સ્પામાં હાજર સંગીતા ઉર્ફે હિના પાસેથી રૃ.600, ધ્વી પાસેથી રૃ.100, અન્ય યુવતી પાસેથી રૃ.2400 અને રાજેન્દ્ર અને રાહુલને તુમ્હારે પાસ કીતના પૈસા હે નિકાલો કહી ગભરાવી રાજેન્દ્ર પાસેથી રૃ.2300 અને રાહુલ પાસેથી રૃ.3700 મળી કુલ રૃ.9100 લૂંટી લીધા હતા. ત્યારબાદ લુંટારૃઓ તીન દીન કે બાદ હમ વાપસ આંયેગે હપ્તા તૈયાર રખના નહી તો અપની જાન ખો બેઠોંગે તેવી ધમકી આપી ફરાર થઇ ગયા હતા.

સ્પામાં થયેલી લૂંટની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. દરમિયાન, આ લૂંટના ગણતરીના કલાકો અગાઉ વેસુમાં રૃંગટા શોપીંગ સેન્ટરમાં પણ તેમણે લૂંટ કરી હોય તેના ફૂટેજ અને આ ફૂટેજ વાયરલ થતા પુણા પોલીસે દોડધામ કરી રાજેન્દ્રને શોધી ગત મોડીરાત્રે ગુનો નોંધ્યો હતો. દરમિયાન, બંને સ્થળે લૂંટ કરનાર ટોળકીના ત્રણને લીંબાયત પોલીસે જયારે એકને ઉમરા પોલીસે ઝડપી લીધા હોવાનું જાણવા મળ્યું છે.