Gujarat

અમદાવાદ બાદ સુરતમાં પોલીસની ગેરવર્તણૂક, દુકાનમાં ઘૂસીને દુકાનદાર પર કરી દાદાગીરી, વીડિયો વાઈરલ

By GS TEAM
20 Dec 20252 mins read
TukuTouch Logo
અમદાવાદ બાદ સુરતમાં પણ પોલીસની સામાન્ય નાગરિક સાથેની ગેરવર્તણૂક સામે આવી છે. હકીકતમાં રાત્રે દુકાન ખુલ્લી રાખવા બાબતે પોલીસ અને દુકાનદાર સાથે વિવાદ થયો હતો. જ્યાર બાદ પોલીસે દાદાગીરી પૂર્વકનું વર્તન કરતા દુકાનદારને ધક્કા માર્યા અને હિંસાત્મક વલણ અપનાવ્યુ હતું. આ ઘટનાનો સીસીટીવી વીડિયો વાઇરલ થયા બાદ લોકો પોલીસની કામગીરીની આકરી નિંદા કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ બાદ સુરતમાં પોલીસની ગેરવર્તણૂક, દુકાનમાં ઘૂસીને દુકાનદાર પર કરી દાદાગીરી, વીડિયો વાઈરલ

Surat Police Misconduct: અમદાવાદ બાદ સુરતમાં પણ પોલીસની સામાન્ય નાગરિક સાથેની ગેરવર્તણૂક સામે આવી છે. હકીકતમાં રાત્રે દુકાન ખુલ્લી રાખવા બાબતે પોલીસ અને દુકાનદાર સાથે વિવાદ થયો હતો. જ્યાર બાદ પોલીસે દાદાગીરી પૂર્વકનું વર્તન કરતા દુકાનદારને ધક્કા માર્યા અને હિંસાત્મક વલણ અપનાવ્યુ હતું. આ ઘટનાનો સીસીટીવી વીડિયો વાઇરલ થયા બાદ લોકો પોલીસની કામગીરીની આકરી નિંદા કરી રહ્યા છે. 

આ પણ વાંચોઃ ગીર સોમનાથમાં એક સાથે 176 પોલીસ કર્મચારીઓની બદલીનો ઘાણવો, SPના આદેશથી હડકંપ, જુઓ યાદી

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, ઉમરા વિસ્તારમાં ગુરૂવારે (18 ડિસેમ્બર) રાત્રે પોલીસ એક દુકાનમાં ગઈ હતી. આ દરમિયાન દુકાનદાર અને પોલીસ વચ્ચે કોઈ વાતે માથાકૂટ થઈ હતી. ત્યારબાદ પોલીસકર્મી રોષે ભરાયા અને ઉગ્રતાથી વર્તન કરતા જોવા મળ્યા. દુકાનદાર સાથે દુકાન ખુલ્લી રાખવા બાબતે થયેલી રકઝકમાં દુકાનદારને ધક્કા મારવામાં આવ્યા હતા. જે ઘટના શાંતિથી કહી શકાય તેમ હતી તેમાં આ પ્રકારે હિંસાનો ઉપયોગ કરવા પર પોલીસકર્મીની નિંદા થઈ રહી છે. હાલ, આ ઘટનાનો સીસીટીવી વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. 

પોલીસકર્મી સામે તપાસ

પોલીસકર્મીનો વીડિયો વાઇરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો પોલીસની કામગીરી પર રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ અધિકારીઓ દ્વારા આ વિશે કડક કાર્યવાહી માટે તપાસ હાથ ધરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ વડોદરાની MS યુનિવર્સિટીમાં રેગિંગની ઘટના? વિદ્યાર્થીને લાફા ઝીંકાયા, વીડિયો વાઇરલ

અમદાવાદમાં પણ પોલીસની ગેરવર્તણૂક

નોંધનીય છે કે, આ પહેલાં અમદાવાદમાંથી પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી. જેમાં પાલડી પોલીસ સ્ટેશનમાં જયંતી ઝાલા નામના પોલીસકર્મી ફરજ પર હતા. આ દરમિયાન એક મહિલાના આઈડી કાર્ડની આપ-લે કરતી વખતે આઈડી કાર્ડ નીચે પડી ગયું હતું. આ સામાન્ય બાબતે પોલીસકર્મી જયંતી ઝાલાએ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો અને ખાખી વર્દીનો પાવર બતાવીને મહિલા સાથે દાદાગીરી શરૂ કરી હતી. વાત એટલી હદે વણસી ગઈ હતી કે પોલીસકર્મીએ મહિલાનું સન્માન જાળવવાને બદલે તેના પર હાથ ઉઠાવી દીધો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ થયા બાદ આ મામલાને ગંભીરતાથી લેતા હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ (સસ્પેન્ડ) કરવામાં આવ્યા છે. તો બીજી તરફ મહિલા દ્વારા ટ્રાફિક નિયમનમાં અડચણ ઊભી કરવા બદલ તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.