ગીર સોમનાથમાં એક સાથે 176 પોલીસ કર્મચારીઓની બદલી, SPના આદેશથી હડકંપ, જુઓ યાદી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gir Somnath Police Transfer List: ગીર સોમનાથમાં એક સાથે 176 પોલીસ કર્મચારીઓની સાગમટે બદલી થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. જિલ્લા પોલીસ વડા દ્વારા સામૂહિક બદલીના આદેશ પારિત કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષોથી એક જ જગ્યાએ બજાવતા તેમજ ત્રણ વર્ષથી વધુ સમયગાળો પૂર્ણ કરનાર પોલીસકર્મીની જાહેર હિતનો ઉલ્લેખ કરી બદલી કરવામાં આવી છે.
જિલ્લાનું પોલીસ તંત્ર વધુ સુગમ અને પારદર્શક બને તેમજ એક જગ્યાએ ઘણા વર્ષોથી અડિંગો જમાવીને બેઠેલા પોલીસ કર્મચારીઓ પર લગામ લાગે તે હેતુથી બદલીનો ધાણવો થયો છે. પોલીસ સ્ટેશન ઉપરાંત LCB અને SOG જેવી અગત્યની બ્રાન્ચોમાં પણ સાફસૂફી હાથ ધરવામાં આવી છે. કાર્યક્ષમતા વધારવા અને સ્થાનિક સ્તરે થતા હિતોના ટકરાવને રોકવા કામચોર અને બેદરકાર કર્મચારીઓને જિલ્લા પોલીસ વડાએ એક સાથે 176 કર્મચારીઓની બદલી કરી મોટો મેસેજ આપ્યો છે. જુઓ સંપૂર્ણ યાદી







આ પણ વાંચો: વડોદરાની MS યુનિવર્સિટીમાં રેગિંગની ઘટના? વિદ્યાર્થીને લાફા ઝીંકાયા, વીડિયો વાઇરલ
6 ડિસેમ્બરે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના 57 કર્મચારીઓની કરવામાં આવી હતી બદલી
મહત્વનું છે કે આ પહેલા ગત 6 ડિસેમ્બરના રોજ વહીવટી સરળતા અને જાહેરહિતને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડાએ એકસાથે 82 પોલીસ કર્મચારીઓની બદલી કરી હતી. જેમાં 82 પોલીસકર્મીઓમાંથી એકલા વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના 57 કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી હતી. સાગમટે બદલીમાં 24 મહિલા પોલીસ કર્મચારીઓ પણ સામેલ હતા. આમ જોઈ તો પોલીસ વિભાગમાં સામન્ય રીતે સમયાંતરે બદલી થતી જ હોય છે પણ એક સાથે 57 કર્મચારીને બદલી દેવાતા વેરાવળ સિટી પોલીસ સ્ટેશનનામાં સન્નાટો વ્યાપી ગયો હતો. જે બાદ આજે વધુ 176 પોલીસ કર્મચારીઓની બદલી કરી દેવાતા ગીર સોમનાથ પોલીસ વિભાગમાં જડમૂળથી ફેરફારની લહેર જોવા મળી રહી છે.









