Gujarat

વાઘપુરા પાસે ટ્રકની અડફેટે બાઇક સવારનું મોતઃએક વ્યક્તિને ઇજા

By GS Team
18 Mar 20201 min read
This article was originally published on 18 Mar 2020
વાઘપુરા પાસે ટ્રકની અડફેટે બાઇક સવારનું મોતઃએક વ્યક્તિને ઇજા

ઝઘડિયા તા.18 માર્ચ 2020 બુધવાર

ઝઘડિયા તાલુકાના વાઘપુરા પાસે બે બાઈક સવારોને રાજપારડી તરફથી આવતી  ટ્રકના  ચાલકે અડફેટે લઇ અકસ્માત  સર્ર્જ્યોે હતો.અકસ્માતમાં એક બાઈક સવારનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું જયારે બીજા બાઈક સવારને ગંભીર ઈજા પહોંચતા ભરૃચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.અકસ્માત સર્જી ટ્રક ચાલાક ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો. 

ગતરોજ સાંજે વાઘપુરા કામ કરતા કામદારો પૈકી રાકેશ જેસીંગભાઇ વસાવા અને અભિષેક દીપકભાઈ વસાવા ઝઘડિયા બજારમાં ખરીદી કરવા માટે બાઈક લઈ નીકળ્યા હતા. તેઓ વાઘપુરા નજીકથી પસાર થતા હતા .તે દરમિયાન રાજપારડી તરફથી આવતા અને ઝઘડિયા તરફ જતા એક ટ્રક ચાલકે પોતાની ટ્રક બેફિરાઇ અને ગફલતભરી રીતે ચલાવી ટ્રકની આગળ ચાલતા રાકેશ અને અભિષેકની બાઇકને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. 

અકસ્માતમાં બાઇક સવારો રોડપર પટકાયા હતા.અકસ્માતમાં બંને બાઈક સવારો ગંભીર રીતે ઘવાયા હતા. અકસ્માત સર્જી ટ્રક ચાલાક ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો. ઘવાયેલાઓ પૈકી અભિષેક દીપકભાઈ વસાવાનું વધુ ઈજાના કારણે ઘટના સ્થળે જ મરણ થયું હતું .અન્ય બાઈક સવાર રાકેશ વસાવાના ઓને ગંભીર ઈજા પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભરૃચ સિવિલ હોસ્પિટલમાં સારવાર  અર્થે ખસેડવામાં આવ્યો હતો.અકસ્માતની ફરિયાદ કિશન ભરતભાઈ વસાવા (જેસીબી ડ્રાઈવર) રહે નેત્રંગ ે ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ફરાર ટ્રક ચાલકની ધરપકડના કાર્યવાહી હાથ ધરી છે.