Gujarat

ઈરાન યુદ્ધના બહાને અદાણી ગેસની લૂંટઃ ‘40% ગેસ વાપરો, 60%નો ડબલ ભાવ ચૂકવો’

By GS TEAM
7 Mar 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ સહિતની ઔદ્યોગિક વસાહતમાં અદાણી ગેસ પાસેથી ગેસનો પુરવઠો લેનારા ઔદ્યોગિક એકમોને અદાણી ગેસે મેસેજ આપીને તેમના રોજિંદા કોન્ટ્રાક્ટના 40 ટકા ગેસ જ વાપરવાની સૂચના આપવામાં આવી છે. બાકીના 60 ટકા ગેસના બમણાં ચાર્જ ચૂકવવાની સૂચના પણ અદાણી ગેસ તરફથી આપવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન યુદ્ધના બહાને અદાણી ગેસની લૂંટઃ ‘40% ગેસ વાપરો, 60%નો ડબલ ભાવ ચૂકવો’

 AI IMAGE



Ahmedabad News : અમદાવાદ સહિતની ઔદ્યોગિક વસાહતમાં અદાણી ગેસ પાસેથી ગેસનો પુરવઠો લેનારા ઔદ્યોગિક એકમોને અદાણી ગેસે મેસેજ આપીને તેમના રોજિંદા કોન્ટ્રાક્ટના 40 ટકા ગેસ જ વાપરવાની સૂચના આપવામાં આવી છે. બાકીના 60 ટકા ગેસના બમણાં ચાર્જ ચૂકવવાની સૂચના પણ અદાણી ગેસ તરફથી આપવામાં આવી છે. 

યુદ્ધની આપદામાં અદાણીએ અવસર શોધી લીધો

અમેરિકા-ઈઝરાયલે ઈરાન સામે યુદ્ધ છેડતા અદાણી ગેસને ઉદ્યોગો-પ્રજાજનોને લૂંટવાની ગોલ્ડન તક મળી ગઈ છે. આમ ઘરમાં રસોઈ માટે વપરાતા પીએનજી-પાઇપ્ડ નેચરલ ગેસ અને ઔદ્યોગિક વપરાશ માટેના કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ-સીએનજીના ભાવમાં વધારો થવાની શરૂઆત થઈ ગઈ છે. જે સીએનજીના ક્યૂબિક મીટરના રુ. 61 લેવાતા હતા તેના અત્યારે 119 ક્યૂબિક મીટરદીઠ લેવામાં આવી રહ્યા છે. આમ યુદ્ધને કારણે મોકો મળ્યો તેવા જ ગેસના વપરાશકારોને લૂંટવાના શરુ કરી દેવામાં આવ્યા છે. આમ અદાણી ગેસને ઉદ્યોગો અને પ્રજાજનોને લૂંટવાની ગોલ્ડન તક મળી ગઈ છે.

અદાણી ગેસે ઉદ્યોગગૃહોને લૂંટવાનું શરૂ કર્યું

આ જ રીતે 425 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવ જીએસટી સાથે રુ. 43730 કરી દેવામાં આવ્યા છે. અદાણીએ તેમના ગ્રાહકોને મોકલેલા મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે, હોર્મુઝની ખાડીમાંથી ઓઇલ ટેન્કરો કે પછી એલએનજી ટેન્કરો ન જઈ શકતા હોવાથી સપ્લાયમાં કાપ મૂકવામાં આવ્યો છે. સ્ટાન્ડર્ડ ક્યૂબિક મીટર ગેસના ભાવ અગાઉ રૂા. 61 લેવાતા હતા તે અત્યારે વધારીને 119 કરી દેવામાં આવ્યા છે. માત્ર ગુજરાત જ નહિ, સમગ્ર ભારતના સીએનજી વિક્રેતા ગેસની આયાત કતારની એલએનજીના સેક્ટરની રાસ લાફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં આવેલી કંપની કતાર એનર્જીએ તેને કાચો માલ ન મળતો હોવાથી તેનું એક યુનિટ બંધ કરી દેવાની જાહેરાત કરી છે. તેની સાથે જ હાજર બજારમાં એલએનજીનો ભાવ 12 ડૉલરથી વધીને 24 ડૉલર થઈ ગયો છે.

કતારથી આવે છે ગેસ

કતારની કંપનીએ જાહેર કર્યું છે કે, તેના પોતાના અંકુશ બહારના સંજોગોને પરિણામે સપ્લાય અટકાવવો કે મર્યાદિત કરવો પડી રહ્યો છે. સપ્લાય ખોરવાઈ જવા માટે તેની કોઈ જવાબદારી રહેશે નહિ. બીજીતરફ એલએનજીના એમએમબીટીયુ દીઠ ભાવ 10 ડૉલરથી વધીને 24થી 25 ડૉલર થઈ જતાં ભારતને મોટો ફટકો પડશે. કારણ કે ભારત દ્વારા આયાત કરવામાં આવી રહેલા કુલ લિક્વિડ નેચરલ ગેસના 45 ટકા ગેસનો સપ્લાય એકલા કતાર પાસેથી મેળવે છે. અત્યારે કતારના વિકલ્પે કોઈ અન્ય સપ્લાયર દેખાતો જ નથી.