Get The App

પોકસો જેવા ગંભીર ગુનામાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તથા રૂ.અડધા લાખનો દંડ

Updated: Feb 10th, 2026

GS TEAM

Google News
Google News
પોકસો જેવા ગંભીર ગુનામાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તથા રૂ.અડધા લાખનો દંડ 1 - image

Vadodara Court : વડોદરા શહેર પોલીસ દ્વારા નોંધાયેલ ગંભીર ગુનાઓમા “કન્વીકશન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ” અંતર્ગત 2024માં ગૌરવ્રતની પુજા કરવા જનાર સગીરાને ભગાડી જનાર પોક્સો જેવા ગંભીર ગુનામા આરોપી વિરૂધ્ધ નામદાર કોર્ટમા સાક્ષીઓ, પુરાવા, એફ.એસ.એલ. તેમજ મેડીકલ સર્ટીફીકેટ સમયસર રજુ કરાવવા તેમજ સમગ્ર ટ્રાયલ ઝડપી ધોરણે ચાલી અને આરોપી વિરુધ્ધમાં તમામ પુરાવાના આધારે ચોક્કસપણે આરોપીને સજા પડે તે મુજબની કાર્યવાહી માંજલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

આરોપી લાલજીભાઇ ઉર્ફે કૃણાલ શનાભાઇ ઠાકોર (ઉ.વ. 22 વર્ષ ધંધો-નોકરી, રહે-મ.નં. 9 ઠાકોરનગર, જશોદા કોલોની, ગણેશ હોન્ડાની સામે, મકરપુરા ગામ, મુળ રહે રેલ્વે ફાટક પાસે, બોરસદ તા. બોરસદ જી. આણંદ) ઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તપાસ અધિકારી કે.પી.ખરાડી પોલીસ ઈન્સપેક્ટર, એ.એસ.આઇ. દિનેશ, અ.લો.ર. વિજયનાઓની ચોક્કસ તપાસ અને સચોટ પુરાવા એકત્રીત કરી ચેન ઓફ કસ્ટડી જાળવી રાખી, એફ.એસ.એલ. ખાતેથી સચોટ પૃશ્કરણ કરાવી યોગ્ય સમય મર્યાદામાં ચાર્જશીટ કરવામાં આવેલ હતી. કેસ વડોદરાના સ્પેશ્યલ પોક્સો કોર્ટ અને એડીશનલ શેશન્સ કોર્ટ વડોદરા શહેર પોક્સો કેસ નં.96/2024થી ટ્રાયલ ચલાવવામાં આવ્યો હતો. સરકારી વકીલ પરેશ સી. પટેલની રજુઆતના આધારે તેમજ “કન્વીકશન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ" અંતર્ગત ઉપરી અધિકારીઓના માર્ગદર્શન મુજબ સરકારી વકીલને જરૂરી તમામ મદદ સમયસર પુરી પાડવામાં આવ્યા બાદ આરોપીને પોકસો એકટના ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા અને રૂ.50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમાંથી રૂ.45,000 ભોગ બનનારને વળતર પેટે ચુકવવાનો હુકમ કરવામાં આવેલ છે. જો આરોપી દંડ ન ભરે તો વધુ 2(બે) વર્ષની સખત કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.