Get The App

આઠ વર્ષની બાળકી સાથે અડપલા કરનારા આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદ

બાળકીને વળતર પેટે રૃા.૨ લાખ ચૂકવવા કોર્ટે આદેશ કર્યો

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
આઠ વર્ષની બાળકી સાથે અડપલા કરનારા આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદ 1 - image

વડોદરા : આઠ વર્ષની માસુમ બાળકીને બાથરૃમમાં લઇ જઇ તેની સાથે અડપલા કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીને પોક્સો એક્ટ હેઠળ કસુરવાર ઠેરવી અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૃા.૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો. ન્યાયાધીશે પિડીતાને પણ વળતર પેટે રૃા.૨ લાખ ચૂકવવાનો આદેશ કર્યો હતો.

બનાવની વિગત એવી છે કે, તા. ૧૮ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ સવારના સમયે એક ૮ વર્ષની સગીર બાળકી નળ પર પાણી ભરવા ગઈ હતી, ત્યારે અજય ઉર્ફે આકાશ દિનેશભાઈ રોકડે (રહે. પરશુરામભઠ્ઠો, સયાજીગંજ) નામના શખ્સે માનવતા નેવે મૂકી બાળકીનો હાથ પકડી તેને બળજબરીથી પોતાના ઘરના બાથરૃમમાં ખેંચી ગયો હતો. આ નરાધમે બાથરૃમમાં માસૂમ બાળકીના કપડાં ઉતારી તેના શરીર અને ગુપ્ત ભાગોએ અડપલાં કરી છેડછેડા કરી હતી.

આ બનાવમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા તેમાં સરકારી વકીલ એન.યુ.મકવાણાએ દલીલો કરી હતી.ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ અને પુરાવાને ધ્યાને લઇ આરોપી અજય ઉર્ફે આકાશ રોકડેને કસુરવાર ઠેરવી ૨૦ વર્ષની સજાનો આદેશ કર્યો હતો અને આરોપીને રૃા.૫૦ હજારનો દંડ ફટકારી આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સજાનો આદેશ કર્યો હતો.