Gujarat

ભિલાડમાં કિશોરીને ગર્ભવતી બનાવવાના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ

By GS TEAM
17 Apr 20262 mins read
TukuTouch Logo
વર્ષ 2022માં હોટલમાં નોકરી કરતી વેળા બે સંતાનના પિતા એવા આરોપીએ કિશોરીને લગ્નની લાલચ આપી અધમ કૃત્ય કર્યું હતું

Summarized by AI; it may make mistakes. Check important info

ભિલાડમાં કિશોરીને ગર્ભવતી બનાવવાના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ

Vapi Court : ભિલાડમાં કિશોરીનું શારીરિક શોષણ કરી ગર્ભવતી બનાવવાના કેસમાં વાપી એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકારતો મહત્વનો ચૂકાદો આપ્યો છે. કોર્ટે પિડીતાને ગુજરાત વિકટીમ કમ્પેન્સસ સ્કીમ હેઠળ રૂ.4 લાખ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે. ભિલાડખાતે આવેલી હોટલમાં કામ કરતી કિશોરીને લગ્નની લાલચ આપી આરોપીએ અધમ કૃત્ય કર્યું હતું.

 કેસની વિગત એવી છે કે, વર્ષ 2022માં ઉમરગામ તાલુકાના ભિલાડ ખાતે આવેલી હોટલમાં 14 વર્ષીય કામીની (નામ બદલ્યું છે.) કામ કરતી હતી. તે દરમિયાન હોટલમાં જ કામ કરતા કૈલાસ નરોત્તમ વસાવા (ઉ.વ.22, મુળ રહે. ડેડીયાપાડા, નર્મદા) સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બે સંતાનનો પિતા હોવા છતાં કૈલાસે કામીનીને લગ્નની લાલચ આપી હતી. રાત્રિ દરમિયાન સમયાંતરે હવસખોર કૈલાસ વસાવા કામીનીનું શારીરિક શોષણ કર્યું હતું. કામીનીએ જૂન 2022માં નોકરી છોડી ઘરે ચાલી ગઈ હતી. કામીનીને માસિક આવતું ન હોવાથી માતા ક્લિનિકમાં લઈ ગયા બાદ કામીની ગર્ભવતી હોવાનું ડોકટરે નિદાન કર્યુ હતું. માતાએ કામીનીની પૂછપરછ કરતા આખી બિના જણાવતા માતા ગભરાઈ ગઈ હતી. આ મામલે ભિલાડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

 પોલીસે આ ગંભીર ગુનામાં આરોપી કૈલાસ વસાવાની ધરપકડ કરી જેલભેગો કર્યો હતો. આરોપી સામે ચાર્જશીટ પણ દાખલ કર્યા બાદ વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી. સુનાવણી દરમિયાન પબ્લિક પ્રોસિકયુટર અનિલ ત્રિપાઠીએ પિડીતા સહિતના લોકોની જુબાની, મેડિકલ રિપોર્ટ સહિતના પુરાવા સાથે દલીલો કરી હતી. જજ એચ.એન.વકીલે આરોપી કૈલાસ વસાવાને તક્સીરવાર ઠેરવી 20 વર્ષની કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકારતો મહત્વનો ચૂકાદો આપ્યો છે. દંડની રકમ નહીં ભરે તો વધુ એક વર્ષની કેદની સજાની જોગવાઈ કરી છે. જયારે અન્ય કલમ હેઠળ પણ સજા અને દંડ કરાયો છે. કોર્ટેભોગ બનનાર પિડીતાને ગુજરાત વિકટિમ કમ્પેન્સસ સ્કીમ હેઠળ રૂ.4 લાખ વળતર પેટે ચૂકવવા પણ હુકમ કર્યો છે.