Get The App

જામનગરના ખીમરાણા ગામમાં આવેલી દુકાનમાંથી ચોરી કરવાના પ્રકરણમાં નાસ્તો ફરતો આરોપી પકડાયો

Updated: Feb 11th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરના ખીમરાણા ગામમાં આવેલી દુકાનમાંથી ચોરી કરવાના પ્રકરણમાં નાસ્તો ફરતો આરોપી પકડાયો 1 - image

Jamnagar Police : જામનગર નજીક ખીમરાણા ગામમાં ગત વર્ષે એક ઓટો પાર્ટ્સની દુકાનમાં ચોરી થઈ હતી, જે ચોરીના પ્રકરણમાં પાંચ આરોપીઓના નામ ખુલ્યા હતા, અને પોલીસે અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી, જ્યારે બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા, તે પૈકીના એક ફરાર આરોપીને ઝડપી લીધો છે, અને તેની પૂછપરછ હાથ ધરી છે.

 જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં એક દુકાનમાં 2025ની સાલમાં ચોરી થઈ હતી, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ઓટો પાર્ટ્સના માલ સામાનની ચોરી કરનારા 3 આરોપીઓને ઝડપી લીધા હતા, જયારે તેઓની પૂછપરછમાં તેઓના અન્ય એક ફરાર થઈ ગયેલા સાગરીત જોડીયા ભૂંગામાં રહેતા નવાઝ ઇશાભાઈ ચંગડાનું નામ ખુલ્યું હતું.

 જે આરોપી નવાઝ હાલ રાજકોટ જામનગર હાઇવે રોડ પર જાબુડા ગામના પાટીયા સામે કાળા કલરનું જીન્સનું પેન્ટ તથા સફેદ ચેકસ તથા રાખોડી કલરના ચેકસ વાળો શર્ટ પેહેરીને ઉભો છે, તે હકિકત મળતાં તુરત દરોડો પાડી ઉપરોક્ત આરોપીને ઝડપી લીધો છે, અને તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.