Get The App

મહિલાના ખભા પર લટકાવેલું પર્સ આંચકીને આરોપી ફરાર

ભાગી ગયેલા બાઇકસવારને પકડવા સીસીટીવી ફૂટેજની ચકાસણી

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
મહિલાના ખભા પર લટકાવેલું પર્સ આંચકીને આરોપી ફરાર 1 - image

વડોદરા, માંજલપુર અવધૂત ફાટક પાસેથી જતી મહિલાના ખભા પર લટકાવેલું પર્સ આંચકીને ભાગી જનાર બાઇકસવાર લૂંટારાની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

માંજલપુર આદિનાથ રેસિડેન્સીમાં રહેતા સેજલબેન વિમલભાઇ મિયાત્રા ખાનગી ઇન્સ્યોરન્સ કંપનીમાં ચીફ મેનેજર તરીકે નોકરી કરે છે. તેમના પતિ મુંબઇમાં કન્સટ્રક્શનનો વેપાર કરે છે. માંજલપુર  પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧૯ મી એપ્રિલે સવારે આઠ વાગ્યે મોપેડ લઇને લક્ષ્મીપુરા ખાતે ધાર્મિક પ્રસંગમાં ગઇ હતી. પ્રસંગ પૂરો કરીને  પરત ઘરે આવતી હતી. તે દરમિયાન  અવધૂત ફાટક  પાસેથી જતી હતી. તે દરમિયાન પાછળથી આવેલા બાઇકચાલકે  મારા ખભા પર લટકાવેલું પર્સ  આંચકી લીધું હતું. જે પર્સમાં મોબાઇલ ફોન તથા રોકડા રૃપિયા હતા. માંજલપુર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.