સાણંદ
- ધંધુકા પોલીસે સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી અપહરણ કરી જવાના
ગુનામાં સંડોવાયેલા આરોપી કલ્પેશ ઉર્ફે કલ્પો પુનીયાભાઇ ભુરીયાને સુરત ગ્રામ્યના
પીપોદરા ખાતેથી ઝડપી પાડયો છે. મૂળ મધ્યપ્રદેશનો આ આરોપી જુલાઈ ૨૦૨૫થી નાસતો ફરતો
હતો. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે સફળ કાર્યવાહી કરી આરોપી વિરુદ્ધ
કાયદેસરની તપાસ હાથ ધરી છે.


