Gujarat

સગીરાના અપહરણના ગુનામાં 6 મહિનાથી ફરાર આરોપી ઝડપ્યો

By GS TEAM
12 Feb 20261 min read
સગીરાના અપહરણના ગુનામાં 6 મહિનાથી ફરાર આરોપી ઝડપ્યો

સાણંદ - ધંધુકા પોલીસે સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી અપહરણ કરી જવાના ગુનામાં સંડોવાયેલા આરોપી કલ્પેશ ઉર્ફે કલ્પો પુનીયાભાઇ ભુરીયાને સુરત ગ્રામ્યના પીપોદરા ખાતેથી ઝડપી પાડયો છે. મૂળ મધ્યપ્રદેશનો આ આરોપી જુલાઈ ૨૦૨૫થી નાસતો ફરતો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે સફળ કાર્યવાહી કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે.