Gujarat

વડોદરાની દુકાનોમાંથી રોકડ-મોબાઇલ ચોરતો ગુનેગાર અને સગીર સાગરીત પકડાયા

By GS TEAM
11 Feb 20261 min read
વડોદરાની દુકાનોમાંથી રોકડ-મોબાઇલ ચોરતો ગુનેગાર અને સગીર સાગરીત પકડાયા

વડોદરાઃ વડોદરા અને આસપાસના નગરોમાં દુકાનદારોની નજર ચૂકવીને રોકડ અને મોબાઇલ ચોરી લેનાર અઠંગ આરોપીને પોલીસે ઝડપી પાડયો છે.ગુના આચરવા માટે સગીરને પણ સાથે રાખતો હોવાની માહિતી બહાર આવી છે.

પાણીગેટ બાવામાનપુરા તરફથી બાઇક પર આવી રહેલા મિતેષ વિનોદભાઇ શર્મા(હાલ ઉકાજીના વાડિયામાં,વાઘોડિયા રોડ,મૂળ રહે.રામોલ,અમદાવાદ)ને પોલીસે આંતરી ચેક કરતાં તેની પાસેથી ૧૧ મોબાઇલ મળી આવ્યા હતા.

જેથી પોલીસે પૂછપરછ કરતાં આ મોબાઇલ તેણે મકરપુરારોડ,માંજલપુર, વાઘોડિયા,બાપોદ અને હરણી વિસ્તારની દુકાનોમાંથી ચોરી કર્યા હોવાની વિગતો બહાર આવી હતી.આ ઉપરાંત વાઘોડિયાના જરોદ ખાતે દુકાનમાંથી રોકડ પણ ઉઠાવી હોવાની વિગતો ખૂલી હતી.આરોપી બચાવ માટે એક સગીરને પણ સાથે રાખતો હોવાથી તેની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

પકડાયેલા મિતેષ સામે અગાઉ પણ ડભોઇ,પાણીગેટ, માંજલપુર,ફતેગંજ અને લક્ષ્મીપુરા ખાતે છ ગુના નોંધાયા હતા.