Sports

6,6,6,6,6,6.... ઈંગ્લેન્ડના બેટરની વન-ડેમાં તોફાની બેટિંગ, 37 બોલમાં ફટકાર્યા 86 રન

By GS Team
10 Aug 20262 mins read
TukuTouch Logo
ઇંગ્લેન્ડના ડોમેસ્ટિક વનડે કપમાં હેમ્પશાયરના બેટ્સમેન ટોબી આલ્બર્ટે હોવ ખાતે સસેક્સ સામે 6 બોલમાં 6 છગ્ગા ફટકારી ઇતિહાસ રચ્યો છે. 2 અલગ-અલગ ઓવરમાં સતત 6 બોલ પર આલ્બર્ટે આ કારનામો કર્યો હતો. તેની 37 બોલમાં 86 રનની તોફાની ઇનિંગ્સને કારણે હેમ્પશાયરે 383 રન બનાવી 51 રનથી મેચ જીતી લીધી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

6,6,6,6,6,6....  ઈંગ્લેન્ડના બેટરની વન-ડેમાં તોફાની બેટિંગ,  37 બોલમાં ફટકાર્યા 86 રન

Toby albert 6 Sixes : ઇંગ્લેન્ડના બેટ્સમેન ટોબી અલ્બર્ટે એક અદ્ભુત કારનામો કરી બતાવ્યો છે. ઇંગ્લેન્ડની ડોમેસ્ટિક ક્રિકેટની વનડે કપમાં સતત 6 બોલમાં 6 છગ્ગા ફટકારીને તેણે સનસનાટી મચાવી દીધી છે અને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ઇંગ્લેન્ડમાં હાલ રમાઈ રહેલી ડોમેસ્ટિક વનડે કપના એક લિસ્ટ-એ મેચમાં હેમ્પશાયર તરફથી રમતા ટોબી આલ્બર્ટ નામના બેટ્સમેને 6 છગ્ગા જડીને તહલકો મચાવી દીધો. તેની આ તોફાની ઇનિંગ્સના જોરે હેમ્પશાયરની ટીમે 9 વિકેટ ગુમાવીને 383 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો અને બાદમાં આ મુકાબલો પણ સરળતાથી જીતી લીધો હતો.

આ મેચ હોવ ખાતે હેમ્પશાયર અને સસેક્સ વચ્ચે રમાઈ હતી. 2022માં કેન્ટ સામે હેમ્પશાયરે 396 રન બનાવ્યા હતા, જે તેનો સર્વોચ્ચ સ્કોર છે. આ રીતે 383 રનનો સ્કોર આ ટીમનો લિસ્ટ-એ ક્રિકેટમાં બીજો સૌથી મોટો સ્કોર બની ગયો છે. બીજી તરફ, સસેક્સની ટીમે ચાર્લી ટિયરની 111 રનની શાનદાર સદીની મદદથી લક્ષ્યનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ 51 રનથી મેચ હારી ગયા હતા. આ ટુર્નામેન્ટમાં સસેક્સની આ 7 મેચોમાં 6ઠ્ઠી હાર હતી, જ્યારે 4થી જીત સાથે હેમ્પશાયરની ટીમ નોકઆઉટની નજીક પહોંચી ગઈ છે.

અહીં ખાસ વાત એ છે કે આ 6 છગ્ગા એક જ ઓવરમાં નહોતા વાગ્યા, પરંતુ બે અલગ-અલગ ઓવરમાં સતત 6 બોલનો સામનો કરતા ટોબી આલ્બર્ટે આ સિદ્ધિ મેળવી હતી. તેણે સસેક્સના બોલર નેન્ટેસ ઓસ્ટહુઇઝનના છેલ્લા બે બોલ પર બે છગ્ગા માર્યા અને ત્યારબાદ ઓલી કર્ટલીની આગામી ઓવરના પ્રથમ 4 બોલ પર વધુ 4 છગ્ગા ફટકાર્યા હતા. એક સમયે હેમ્પશાયરનો સ્કોર વિના વિકેટે 225 રન હતો, જેમાં ઓપનર અલી ઓર અને 18 વર્ષીય બેન મેયસ બંને સદી ફટકારી ચૂક્યા હતા.

ટીમનો સ્કોર 200 રન હતો ત્યારે આલ્બર્ટે ક્રિઝ પર આવીને માત્ર 37 બોલમાં 86 રન ઝૂડી કાઢ્યા હતા, જેમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગા શામેલ હતા. જોકે, 21 રનના અંગત સ્કોર પર તેનો એક કેચ પણ છૂટ્યો હતો. આ તોફાની ઇનિંગ્સ દરમિયાન તેણે સતત 6 બોલમાં 6 છગ્ગા ફટકારવાનો વિરલ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.