Get The App

VDIEO| અમદાવાદમાં નબીરાનો આતંક: નશામાં ધૂત કારચાલકે બાઈકને અડફેટે લેતા વૃદ્ધનું મોત, યુવતિ પણ પીધેલી

Updated: May 7th, 2026

GS TEAM

Google News
Google News
VDIEO| અમદાવાદમાં નબીરાનો આતંક: નશામાં ધૂત કારચાલકે બાઈકને અડફેટે લેતા વૃદ્ધનું મોત, યુવતિ પણ પીધેલી 1 - image

Ahmedabad News: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હિટ એન્ડ રનની એક ઘટના સામે આવી છે. ગત 6 મેની મધરાતે હાટકેશ્વરથી વંડર પોઈન્ટ તરફ જતા માર્ગ પર દારૂ પીધેલા કારચાલકે બેફામ સ્પીડે કાર હંકારીને એક ટુ-વ્હીલરને જોરદાર ટક્કર મારી હતી. જેમાં બાઈકસવારને આશરે 20 ફૂટ સુધી રસ્તા પર ઢસડવામાં આવ્યો હતો, આમ ગંભીર રીતે ઘાયલ થયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે બાઈક પર સવાર અન્ય એક શ્રમિકને ગંભીર ઈજાઓ પહોંચી છે. સમગ્ર મામલે પોલીસે આરોપી કારચાલકની ધરપકડ કરી છે, જ્યારે કારમાં સવાર યુવતી પણ નશાની હાલતમાં જણાતા અમરાઈવાડી પોલીસમાં તેની વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

નશામાં ધૂત કારચાલકે બાઈકને અડફેટે લેતા વૃદ્ધનું મોત

રામોલ વિસ્તારમાં રહેતા અને બાંધકામ સાઇટ પર સેન્ટિંગનું મજૂરીકામ કરતા બાબુભાઈ વાઘેલા તેમના સાથીદાર લાલાભાઈ પગી સાથે પોતાની બાઈક પર જઈ રહ્યા હતા. આ દરમિયાન જીવન જ્યોતનગર ચાલીના ગેટ સામે પાછળથી ફુલ સ્પીડે આવેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં બાઈકને અડફેટે લીધું હતું. ટક્કર વાગતા જ બંને શ્રમિકો રસ્તા પર ફંગોળાયા હતા. માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા બાબુભાઈ વાઘેલાને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. કારચાલકની બેદરકારી છતી કરતા આ સમગ્ર ઘટનાના સીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

VDIEO| અમદાવાદમાં નબીરાનો આતંક: નશામાં ધૂત કારચાલકે બાઈકને અડફેટે લેતા વૃદ્ધનું મોત, યુવતિ પણ પીધેલી 2 - image

આરોપી કારચાલકની ધરપકડ

મળતી માહિતી મુજબ, આ અકસ્માતની જાણ થતાં જ આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સરસપુરમાં રહેતા 25 વર્ષીય આરોપી કારચાલક રાહુલ પરસોત્તમભાઈ સુમેરાની અટકાયત કરી લીધી છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે, અકસ્માત સમયે આરોપી દારૂ પીધેલી હાલતમાં હતો અને નશામાં તેણે નિર્દોષનો જીવ લીધો હતો. હાલ પોલીસે મૃતકના પુત્રની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. આરોપી યુવકની સાથે 

આ પણ વાંચો: અમદાવાદનો બલોલનગર બ્રિજ બન્યો ડેથ ઝોન, વધુ એક બાઈક ચાલક પાળી સાથે અથડાઈને નીચે પટકાતા મોત

નશામાં ધૂત યુવતી સામે પણ નોંધાઈ ફરિયાદ

આઈ ડિવિઝન ટ્રાફિકના પોલીસકર્મીએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં કારમાં યુવક સાથે સવાર 20 વર્ષીય યુવતી સામે ફરિયાદ નોંધાવી છે. અકસ્માત સર્જનાર કારચાલક સાથે આ યુવતી પણ હાજર હતી અને પોલીસ સ્ટેશને લાવીને પૂછપરછ કરતાં તે દારૂ પીધેલી હાલતમાં હોવાનું જણાયું હતું. પોલીસે તેની પાસે કેફી પીણું કે દારૂ પીવા અંગેની કોઈ પરમિટ માંગતા તેની પાસે તે ન હોવાનું સામે આવ્યું હતું. આથી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.