શટલ રિક્ષામાં બેસેલી મહિલાની બુટ્ટીઓ ચોરનાર પકડાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શટલ રિક્ષામાં બેસેલી મહિલાની થેલી ચીરીને સોનાની બુટ્ટીઓ ચોરી જનાર ઠગ મહિલાને ડીસીબી પોલીસે ઝડપી પાડી છે.
દાલિયાવાડી શાંતિ ચેમ્બર્સમાં રહેતા મીનાબેન દિનેશભાઇ ચુનારાએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગત ૨૬ મી જુલાઇએ સાંજે પાંચ વાગ્યે ઘડિયાળી પોળના જ્વેલર્સ પાસેથી ં ૫.૮૧૦ ગ્રામ વજનની સોનાની બુટ્ટી ૯૬ હજાર રૃપિયામાં ખરીદી હતી. ત્યારબાદ શટલ રિક્ષામાં બેઠી હતી. તે દરમિયાન મારી થેલીમાં ચીરો પાડીને બુટ્ટીની ચોરી થઇ હતી. ડીસીબી પોલીસે આ અંગે સીસીટીવી તેમજ ટેકનિકલ સોર્સના આધારે તપાસ હાથ ધરી જુલી મોસીનભાઇ મનસુરી (રહે. રઝાનગર,તા.બોડેલી,જિ. છોટાઉદેપુર) ને પોલીસે ઝડપી પાડી હતી. પોલીસે તેની પાસેથી ૯૬ હજારની બુટ્ટીઓ તથા મોબાઇલ ફોન કબજે કર્યા છે.









