Get The App

દસાડાના બજાણા રેલવે ફાટક પાસે ડમ્પર-એસ.ટી. બસ વચ્ચે અકસ્માત

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
દસાડાના બજાણા રેલવે ફાટક પાસે ડમ્પર-એસ.ટી. બસ વચ્ચે અકસ્માત 1 - image

બંને વાહનના ચાલકો ઇજાગ્રસ્ત

૩૧મીએ વડાપ્રધાનના કાર્યક્રમમાં ફાળવેલી બસ ખાલી હોવાથી મોટી જાનહાનિ ટળી

પાટડીદસાડા તાલુકાના બજાણા રેલવે ફાટક પાસે આજે એક ડમ્પર અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બંને વાહનો સામસામે અથડાતા આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો અને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો અને સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, આ એસ.ટી. બસને ૩૧ માર્ચના રોજ વડાપ્રધાનના નિર્ધિરિત કાર્યક્રમ માટે ફાળવવામાં આવી હતી. બસ કાર્યક્રમ સ્થળે પૂર્વ તૈયારી રૃપે જઈ રહી હતી ત્યારે જ બજાણા પાસે ડમ્પર સાથે ભટકાઈ હતી. સદનસીબે બસમાં એક પણ મુસાફર સવાર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે, બસ અને ડમ્પરના ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.