Get The App

ગાંધીનગર મહા નગરપાલિકામાં ACBનો સપાટો: ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
ગાંધીનગર મહા નગરપાલિકામાં ACBનો સપાટો: ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા 1 - image


ACB Trap in Gandhinagar: ગાંધીનગર મહા નગરપાલિકામાં ACBનો સપાટો જોવા મળ્યો છે. ACBએ ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને 1 લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો છે. ભ્રષ્ટાચાર પર ACBના પ્રહારને પગલે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખળભળાટ મચી ગયો છે.

ગાંધીનગરમાં ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા

પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર, ગાંધીનગર મહા નગરપાલિકાના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ઉપેન્દ્રકુમાર ક્રાંતિલાલ સુતરીયાએ વાહનોના ઓર્થોરાઇઝ ડીલર પાસે 1 લાખની લાંચની માંગણી કરતાં ફરિયાદીએ ACBને જાણ કરી હતી. આ પછી ACBએ છટકુ ગોઠવીને આરોપી ઉપેન્દ્રને ગાંધીનગરની ઓફિસમાંથી લાંચ સ્વીકારતા ઝડપી પાડ્યો હતો. 

ઘટના એમ છે કે, ફરિયાદી વાહનોના ઓર્થોરાઇઝ ડીલર પાસેથી વાહનોના ખરીદ વેચાણ કરવાનો ધંધો કરે છે. ફરિયાદીએ એક ગ્રાહકને વાહન વેચ્યું હતું, જેમાં મહા નગરપાલિકામાં વાહનના ટેક્સ ભરવા બાબતે વિસંગતતા ઊભી થઈ હતી. સમગ્ર મામલે આરોપી ઉપેન્દ્રએ ટેક્સ ભરવાની બાબતે ફરિયાદ ન કરવા અને એજન્સીનું લાયસન્સ રદ ન કરવા માટે ફરિયાદી પાસે રૂ.1 લાખની લાંચની માંગણી કરી હતી. 

આ પણ વાંચો: હિંમતનગરમાં જનસેવા કેન્દ્રમાં બોગસ આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, CSC સંચાલક સહિત 2ની ધરપકડ

સમગ્ર મામલે ફરિયાદીએ ગાંધીનગર ACBનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ACBએ લાંચના છટકાનું આયોજન કરીને આરોપીએ રંગે હાથે પકડી પાડે છે.