Get The App

ચાલતા નોકરી જતા યુવાનને બાઇકચાલકે ટક્કર મારતા મોત

ઇજાગ્રસ્તને જરોદ અને ત્યારબાદ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News
Google News
ચાલતા નોકરી જતા યુવાનને બાઇકચાલકે ટક્કર મારતા મોત 1 - image

 વડોદરા,ઘરેથી નોકરી જતા યુવાનને બાઇકચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ,તેનો જીવ બચી શક્યો નહતો.

સાવલી તાલુકાના વડદલા ગામે રહેતા  ઇમરાનખાન યાકુબખાન પઠાણ (ઉં.વ.૪૦) આજે  સવારે છ વાગ્યે ઘરેથી ચાલતા નોકરી પર જતા હતા. તે દરમિયાન સમલાયા - જરોદ રોડ પર આવેલા વડદલા ગામ રોડ  પર એક બાઇક ચાલકે તેઓને ટક્કર મારતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે સૌ પ્રથમ જરોદ રેફરલ હોસ્પિટલ અને ત્યારબાદ સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. સાવલી  પોલીસે આ અંગે બાઇક ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.