Gujarat

ચાલતા નોકરી જતા યુવાનને બાઇકચાલકે ટક્કર મારતા મોત

By GS TEAM
10 Mar 20261 min read
ચાલતા નોકરી જતા યુવાનને બાઇકચાલકે ટક્કર મારતા મોત

 વડોદરા,ઘરેથી નોકરી જતા યુવાનને બાઇકચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ,તેનો જીવ બચી શક્યો નહતો.

સાવલી તાલુકાના વડદલા ગામે રહેતા  ઇમરાનખાન યાકુબખાન પઠાણ (ઉં.વ.૪૦) આજે  સવારે છ વાગ્યે ઘરેથી ચાલતા નોકરી પર જતા હતા. તે દરમિયાન સમલાયા - જરોદ રોડ પર આવેલા વડદલા ગામ રોડ  પર એક બાઇક ચાલકે તેઓને ટક્કર મારતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે સૌ પ્રથમ જરોદ રેફરલ હોસ્પિટલ અને ત્યારબાદ સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. સાવલી  પોલીસે આ અંગે બાઇક ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.