Get The App

જરોદ નજીકની ખંડીવાડા કેનાલમાં યુવકે ઝંપલાવ્યું

ફાયરબ્રિગેડે કેનાલમાં ઉતરીને તપાસ કરતા કોઇ મળી આવ્યું નહીં

કિનારા પરથી મળેલી બાઇકનો ચાલક ત્રણ દિવસ પહેલા ગોત્રી વિસ્તારમાંથી ગૂમ થયો હતો

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
જરોદ નજીકની ખંડીવાડા કેનાલમાં યુવકે ઝંપલાવ્યું 1 - image

વડોદરા,જરોદા ખંડીવાડા કેનાલમાં એક યુવકે ઝંપલાવ્યું હોવાનો મેસેજ મળતા ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ દોડી ગઇ હતી. જોકે, મોેડેસુધી તેની કોઇ ભાળ મળી નહતી.

આજે સાંજે ફાયરબ્રિગેડને મેસેજ મળ્યો હતો કે, જરોદ ખંડીવાડા કેનાલમાં એક યુવકે ઝંપલાવ્યું છે. જેથી,સ્ટાફે કેનાલમાં ઉતરીને તપાસ કરતા કોઇ મળી આવ્યું નહતું. કેનાલ પાસેથી પોલીસને એક બાઇક અને બેગ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. બેગમાંથી  પોલીસને એક મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો. જેના આધારે  પોલીસે તપાસ કરતા બાઇક ચાલક ગોત્રી વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું હતું. દહેજની કંપનીમાં નોકરી કરતો યુવક ત્રણ દિવસ અગાઉ ઘરેથી નીકળી ગયો હતો. તેણે જ કેનાલમાં ઝંપલાવ્યું છે કે કેમ ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.