- મૃતકના બહેને ટ્રક ચાલક વિરૂધ્ધ વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી
- યુવાન કંપનીમાં ફરજ બજાવી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો
સિહોર ખાતે આવેલ તાલુકા પંચાયત પાસે રહેતા દિપીકાબેન મનસુખભાઈ વાઢેરના ભાઈ નિશાંતભાઈ મનસુખભાઈ વાઢેર (ઉ.વ.૩૨) ભાવનગરમાં શામપરા ખોડીયાર ખાતે આવેલ આઈટેક કાનનીમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન ટ્રક નંબર જીજે-૦૪-એડબલ્યુ-૯૩૫૫ના ચાલકે પોતાની વાહન રિવર્સમાં પૂરઝડપી અને બેફીકરાઈથી ચલાવી નિશાંતભાઈને દીવાલ અને ટ્રક વચ્ચે દબાવી દેતા ગંભીર ઇજા થઈ હતી. યુવાનને ગંભીર હાલતે સિહોરની હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમની તબિયત લથડતા ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતી. આ બનાવ સંદર્ભે મૃતકના બેન દિપીકાબેનએ ટ્રક ચાલક વિરૂધ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


