Get The App

રિવરફ્રન્ટ અને નરોડા પાડિયાથી ૧.૫૦ લાખના વિદેશી દારુ સાથે મહિલા અને બુટલેગર પકડયો

નરોડાથી મહિલા બુટલેગર પાસેથી ૫૯ હજારનો દારુ પકડયો

રિવરફ્રન્ટથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો ગાંધીનગરમાં ડિવાડર સાથે કાર અથડાઇ

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
રિવરફ્રન્ટ અને નરોડા પાડિયાથી ૧.૫૦ લાખના વિદેશી દારુ સાથે મહિલા અને બુટલેગર પકડયો 1 - image

અમદાવાદ, મંગળવાર

અમદાવાદમાં ક્રાઇમ બ્રાંચે નરોડા પાટીયા પાસે દરોડો પાડીને મહિલા બુટલેગર પાસેથી ૫૯ હજારનો વિદેશી દારુનો જથ્થો પકડયો હતો, જ્યારે રિવરફ્રન્ટ પોલીસે દૂધેશ્વર બ્રિજ નીચે ઇસ્ટ રિવરફ્રન્ટથી ફિલ્મી ઢબે કારનો પોલીસે પીછો કર્યો  હતો જો કે ગાંધીનગરમાં કાર ડિવાઇડર સાથે અથડાઇને ઉભી રહેતા બુટેલેગરને ૯૦ લાખના દારુના જથ્થા સાથે પકડી પાડયો હતો.

દૂધેશ્વર બ્રિજ નીચે રિવરફ્રન્ટથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો ગાંધીનગરમાં ડિવાડર સાથે કાર અથડાઇ 

ક્રાઇમ બ્રાંચમાં નોકર કરતાપો.કો.મહેન્દ્રસિંહએનરોડા પોલીસ સ્ટેશનમા નોડા પોટિયાં ખાતે રહેતી મહિલા બુટલેગર સામે ફરિયાદ નોંધાવી છે કે પોલીસે ચોક્કસ બાતમી આધારે ગઇકાલે રાતના દરોડા પાડયો હતો અને અનુરાધા જનરલ સ્ટોર વાળી દુકાનના મકાનમાંથી વિદેશી દારુ તથા બિયરના ટીમ મળી રૃા. ૫૮,૭૮૭ના દારુ કબજે કર્યો હતો.

બીજા બનાવમાં ઝોન -૨ ડીસીપી સ્ક્વોર્ડેમાં નોકરી કરતા રાજેન્દ્રકુમારએ ઇસ્ટ રિવરફ્રન્ટ પોલીસ સ્ટશનમાં સારંગપુર ખાતે રહેતા મોહંમદ ઝરફાન શેખ સામે ફરિયાદ નોંધાવી છે આજે સવારે પોલીસે ચોક્કસ બાતમી આધારે રિવરફ્રન્ટ ઉપર વોચ ગોઠવી હતી દરમિયાન આરોપી દૂધેશ્વર બ્રિજ નીચેથી કાર લઇને ભાગ્યો  હતો પોલીસે ઇશારો કરતાં તે ડફનાળા થઇ એરપોર્ટથી  ઇન્દીરાબ્રિજ થઇને ગાંધીનગર તરફ ભાગ્યો હતો પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો કાર ગાંધીનગર પીડીપીયું સર્કલ પાસે ડિવાઇડ સાથે અથડાઇને રોકાઇ ગઇ હતી પોેલીસે કારમાંથી બુટેલેગરને ૯૦ લાખના દારુના જથ્થા સાથે પકડી પાડયો હતો.