Get The App

કલોલ તાલુકાના નાદરી ગામે કારની ટક્કરથી રિક્ષામાં બેઠેલ મહિલાનું મોત

Updated: Feb 2nd, 2026

GS TEAM

Google News
Google News
કલોલ તાલુકાના નાદરી ગામે કારની ટક્કરથી રિક્ષામાં બેઠેલ મહિલાનું મોત 1 - image

સાસુને રિક્ષામાં બેસાડી દર્શન કરીને પરત ફરતાં હતા ત્યારે અકસ્માત નડયો

કલોલ :  કલોલ તાલુકાના નાદરી ગામે પુર ઝડપે નીકળેલ કાર ચાલકે રીક્ષા ને ટક્કર મારી હતી આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલ મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને સારવાર માટે લઈ જવામાં આવી હતી જ્યાં તેનું મોત નિપજ્યું હતું બનાવ અંગે પોલીસે કારના ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.

આ બાબતે મળતી વિગતો અનુસાર રિક્ષાચાલક પોપટ સિંહ રાઠોડ તેની રિક્ષામાં તેની પત્ની અને સાસુને બેસાડીને દર્શન કરવા ગયા હતા અને ત્યાંથી તેઓ પોતાની રીક્ષા લઈને નાદરી ગામ થી નીકળ્યા હતા ત્યારે પૂર ઝડપે નીકળેલ કાર નંબર જીજે ૯ બી જી ૨૪૧૨ના ચાલકે રિક્ષાને ધડાકા ભૈર ટક્કર મારી હતી આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા રૃખીબેન કાનજી ઠાકોર ઉંમર વર્ષ ૭૦ અને કોમલબેન વિજયજી ઠાકોરને  ઇજાઓ પહોંચી હતી જેમાં રૃખીબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી બંને જણાને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં રૃખીબેન નું મોત થયું હતું અકસ્માત અંગે પોલીસે કારના ચાલક સામે ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.