વડોદરાઃ વડોદરા જિલ્લામાં ભાજપ દ્વારા જિલ્લા, તાલુકા અને નગર પાલિકા માટે લેવાયેલી સેન્સ પ્રક્રિયા પૂર્ણ થતાં કુલ ૧૪૦૮ કાર્યકરોએ ટિકિટની માગણી કરી છે.
વડોદરા જિલ્લા પંચાયતની કુલ ૩૪ બેઠકો માટે ૨૬૦ ઉમેદવારોએ ટિકિટ માગી છે.જેમાં સૌથી વધુ ડભોઇ તાલુકાની ૪ બેઠકો માટે કુલ ૪૦ દાવેદાર છે.જ્યારે સૌથી ઓછા કરજણની ૪ બેઠક માટે માત્ર ૧૩ દાવેદાર છે.
આવી જ રીતે આઠ તાલુકા પંચાયતની કુલ ૧૭૦ બેઠકો માટે 772 દાવેદારોએ ટિકિટ માગી છે. સૌથી વધુ વડોદરા તાલુકાની ૩૦ બેઠકો પર ૧૯૫ દાવેદારોએ ટિકિટ માગી છે.જ્યારે સૌથી ઓછી ડેસર તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે ૫૯ દાવેદારોએ ટિકિટ માગી છે.
જિલ્લાની ચાર નગર પાલિકાઓમાં ૧૧૨ બેઠકો માટે કુલ ૩૭૬ દાવેદારોએ ટિકિટ માગી છે.જેમાં સૌથી વધુ ડભોઇ પાલિકામાં ૩૬ બેઠકો માટે ૧૩૮ અને સૌથી ઓછા સાવલી પાલિકાની ૨૪ બેઠકો માટે ૬૩ દાવેદારોએ ટિકિટ માગી છે.


