Get The App

નાઇટ શો માં ફેમિલી સાથે મુવી જોવા ગયેલી કિશોરીની છેડતી

છેડતી કરનાર એક વિધર્મી સગીર જ્યારે બીજો ગેરેજ મિકેનિક છે

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
નાઇટ શો માં ફેમિલી સાથે મુવી જોવા ગયેલી કિશોરીની છેડતી 1 - image

વડોદરા,વિહાર સિનેમામાં નાઇટ શો માં ફેમિલી સાથે મુવી જોવા ગયેલી સગીરાની વિધર્મી દ્વારા છેડતી કરવામાં આવી હતી. જેના  પગલે ભારે હોબાળો મચ્યો હતો. સિનેમા હોલમાથી ભાગવાની કોશિશ કરતા બંનેને લોકોએ ઝડપી પાડી વાડી  પોલીસને હવાલે કર્યા હતા.

વડોદરામાં કાકા, કાકી સાથે રહેતી ૧૪ વર્ષની કિશોરીએ હાલમાં અભ્યાસ છોડી દીધો છે. ગઇકાલે રાત્રે  ફેમિલી સાથે વિહાર સિનેમામાં મુવી જોવા ગઇ હતી. તેની ખુરશીથી બે સીટ છોડીને બેઠેલા યુવકોએ તેને પગ અડાડીને અડપલા શરૃ કર્યા હતા. જેથી, સગીરાએ કાકાને વાત કરતા કાકાએ ભત્રીજીની સીટ બદલી  નાખી બીજી સીટ પર બેસાડી હતી. પરંતુ, રોમિયોગીરી કરતા યુવકોએ પોતાની સીટ અંદરોઅંદર બદલવાના બહાને ફરીથી સગીરાને અડપલા કર્યા હતા.  વિધર્મીઓની કરતૂતોથી તંગ આવેલા કાકાએ પોતાના ઓળખીતાને કોલ કરીને સિનેમા  પર બોલાવ્યા હતા. તે દરમિયાન પોલીસ પણ આવી પહોંચી હતી. છેડતી કરનારને ગંધ આવી જતા તેઓ સિનેમા હોલ છોડીને ભાગ્યા હતા.પરંતુ, લોકોએ પીછો કરીને તેને ઝડપી પાડયો હતો.  દરમિયાન પોલીસ આવી જતા લોકોએ આરોપીને પોલીસને હવાલે કર્યો હતો.  પકડાયેલા બે  પૈકી એકની ઉંમર ૧૭ વર્ષની છે. જ્યારે બીજા આરોપી અકીલ યારમહેમદ શેખ (રહે. કે.જી.એન.પાર્ક ,આજવારોડ) ની ઉંમર ૧૮ વર્ષની છે. અકીલ ગેરેજ મિકેનિક છે. પોલીસે સગીર સામે જુવેનાઇલ એક્ટ  હેઠળ કાર્યવાહી  હાથ ધરી છે. જ્યારે અકીલને કોર્ટમાં  રજૂ કરતા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.


આરોપીનું સરઘસ કાઢવા લોકોની માગણી

વડોદરા,

વિહાર સિનેમામાં સગીરાની છેડતી વિધર્મી દ્વારા કરવામાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. સ્થાનિક અગ્રણીઓ  સહિતના લોકો સિનેમા હોલ તથા વાડી પોલીસ સ્ટેશન ધસી આવ્યા હતા. છેડતી કરનાર આરોપીની સામે કડક  કાર્યવાહી કરી તેનું સરઘસ  કાઢવામાં આવે તેવી માગણી પણ લોકો દ્વારા કરવામાં આવી હતી.