Get The App

રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે પૂરઝડપે દોડતી કાર ટ્રાફિકસિગ્નલના પોલ સાથે અથડાઈ,ચાલક ફરાર

આકાશ દરજીના નિવેદન બાદ ચોક્કસ હકિક્ત સ્પષ્ટ થશે, રોજબરોજના અકસ્માતોથી નાગરિકોમાં ભય

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે પૂરઝડપે દોડતી કાર ટ્રાફિકસિગ્નલના પોલ સાથે અથડાઈ,ચાલક ફરાર 1 - image

રાવપુરાટાવર ચાર રસ્તા ખાતે ગઈકાલે મોડી રાત્રે લકઝરીયસ કાર ટ્રાફિકસિગ્નલના પોલ સાથે અથડાઈ હતી. અકસ્માત સર્જી કારચાલક નાસી છૂટયો છે. રાવપુરા પોલીસે અજાણ્યા કારચાલકની શોધખોળ શરૂ કરી છે.

રાવપુરા ટાવર ચાર રસ્તાસ્થિત ખોડીયાર માતાના મંદિર પાસે ગઈકાલે રાત્રે ૩ વાગ્યે જયુબિલી ભાગ તરફથી પૂર ઝડપે ધસી આવેલ લક્ઝરીયસ કારટ્રાફિક સિગ્નલના પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત બાદ કારનો ચાલ કે સ્થળ પરથી નાસી છૂટયો હતો. કારનો ચાલક કોણ હતો, તે નશાની હાલતમાં હતો કે નહીં તેમજ કારની ઝડપ અને અન્ય પરિસ્થિતિઓ અંગે શહેરમાં ભારે ચર્ચા છે.

રાવપુરા પોલીસે સર કારી મિલકતને નુક્સાન પહોંચાડવું, મોટર વાહન અધિનિયમ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, કારમિતુલ પંચાલ નામની વ્યક્તિના નામે છે. તેણે આકાર વિક્કી ઉર્ફે સતપાલસિંગને વેચાણ કરી હોઈ વિક્કીએ હરેન્દ્રસિંહ ભદૌરિયાને અને હરેન્દ્રસિંહેઆ કાર તેના મિત્ર અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકડાયેલ આકાશ દરજી (રહે-વાઘોડિયા રોડ) ને આપી હતી. હાલ આકાશ દરજી મુંબઈ ખાતે લગ્નપ્રસંગમાં હોઈતેના નિવેદન બાદ આ અંગે વધુ સ્પષ્ટતા થશે.

અત્રેયાદ અપાવવું જરુરી છે કે, શહેરમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવના બનાવો દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ગંભીર અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે. પરિણામેનિર્દોષ નાગરિકો ના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. પોલીસ કાર્યવાહી હોવાછતાં ઘટનાઓ અટકતી નથીતે નાગરિકોમાં ચિંતાનો વિષય બન્યો છે.


ઓવરટેક દરમિયાન અકસ્માત સર્જાયો

આ ઘટનાના સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વિડીયોમાં કારચાલ કપૂર ઝડપે ઓવસ્ટેક કરવાનો પ્રયાસ કરતા નિયંત્રણ ગુમાવી અકસ્માત સર્જાયો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.


મોડી રાત્રે અકસ્માતથી સદ્દનસીબે મોટી જાનહાની ટળી

આઅકસ્માતમાં કારના આગળના ભાગના ફૂ રચે-ફૂરચા ઉડી ગયા હતા. અકસ્માતની તીવ્રતા એટલી ભારે હતી કે, કારની એરબેગ ખુલી ગઈ અને એકટાયર અલગ પડી ગયું હતું. આસ્થળે રાત્રિના સમયે રોજ મોટી સંખ્યામાં લોકો સોડા પીવા ઉમટી પડે છે. જોકે, અકસ્માત મોડી રાત્રે બન્યો હોવાથી સદ્દનસીબે મોટી જાનહાની ટળી છે.