Gujarat

એરપોર્ટ પર એન્ટ્રી પાસ માંગતા આસિ. સબ ઇન્સ્પેકટરને લાફો માર્યો

By GS TEAM
22 Feb 20261 min read
એરપોર્ટ પર એન્ટ્રી પાસ માંગતા આસિ. સબ ઇન્સ્પેકટરને લાફો માર્યો

અમદાવાદ, રવિવાર

ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર એન્ટ્રી પાસ માગતા સીઆઇએસએફના  આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પર હુમલો કરીને લાફો મારી દીધો હતો. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

ભોગ બનનારા સીઆઇએસએફના જવાને દાદાગીરી કરતા આરોપીને પકડી એરપોર્ટ પોલીસને સોંપ્યો

  મેઘાણીનગરમાં રહેતા અને સીઆઇએસએફમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા જવાને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં રખિયાલમાં રહેતા યુવક સામે ફરિયાદ નોધાવી છે કે ગઇકાલે સાંજે ઇન્ટરનેશનલ એરપોર્ટના ટમનલ-૨ના સ્ટાફ સાથે ગેટ પર ફરજ ઉપર હાજર હતા 

ત્યારે સુરક્ષાના પ્રોટોકોલ મુજબ આરોપીને રોકીને તેની પાસે એરપોર્ટમાં પ્રવેશવા માટેનો એન્ટ્રી પાસ માંગ્યો હતો. જો કે આરોપીએ તેની પાસે પાસ ન હોવાનું કહેતા સુરક્ષા જવાને તેને પાસ વગર અંદર પ્રવેશવાની ના પાડી હતી. ત્યારે ઉશ્કેરાઈ ગયો હતો અને સુરક્ષા કર્મચારીને લાફો માર્યા બાદ આરોપીએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતા દોડીને પકડી પાડયો હતો.