Get The App

પાળીયાદ ગામની સીમમાંથી બિયરના ટીનનો જથ્થો મળ્યો

Updated: Mar 16th, 2026

GS TEAM

Google News
Google News
પાળીયાદ ગામની સીમમાંથી બિયરના ટીનનો જથ્થો મળ્યો 1 - image

- દારૂ મંગાવનાર સહિત ત્રણ શખ્સ ફરાર થઈ ગયા

- બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બિયરના ટીનનો રૂા. 4.17 લાખનો મુદ્દામાલ કબજે લીધો 

ભાવનગર : પાળીયાદ ગામની સીમમાં આવેલ સુરેન્દ્રનગર જવાના જુના માર્ગે આવેલ વાડીમાં બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી બિયરના ટીન નો જથ્થો પકડી પાડયો હતો જ્યારે ત્રણ શખ્સ ફરાર થઈ ગયા હતા.

બોટાદ લોકલ ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે,ચુડા તાલુકાના ભાણેજડા ગામે રહેતી ઉદય જીલુભાઈ ભાંભળા તથા ગૌતમ જીલુભાઈ ખાચર એ પાળીયાદ ગામની સીમમાં આવેલ સુરેન્દ્રનગર જવાના જુના માર્ગે આવેલ ગોવિંદ વાઘાભાઇ ખટાણાની વાડીમાં વિદેશી દારૂની જથ્થો રાખેલ છે .જે બાતમીના આધારે બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે દરોડો પાડી તલાશી લેતા વાડીમાં બનાવેલ ઢાળીયા પાસેની દીવાલ પાસેથી બોક્સમાં છુપાવેલ બિયર ટીન ૧૮૯૬ રૂ.૪,૧૭,૧૨૦ ની મળી આવતા પોલીસે કબ્જે લીધા હતા.જ્યારે ઉદય જીલુભાઈ ભાંભળા તથા ગૌતમ જીલુભાઈ ખાચર ,ગોવિંદ વાઘાભાઇ ખટાણા ફરાર થવાના સફળ રહ્યા હતા.આ બનાવ સંદર્ભે પોલીસે ત્રણેય શખ્સ વિરૂધ્ધ પાળીયાદ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.