Gujarat
અમેરિકામાં જૂનાગઢના આશાસ્પદ યુવાનનું કોરોનાના કારણે નિધન
By GS Team
23 May 20201 min read
This article was originally published on 23 May 2020

જૂનાગઢ, તા. 23 મે 2020 શનિવાર
જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય સ્વ.ભરતભાઈ કાંબલિયા અને ભાજપ અગ્રણી નિરુબેન કાંબલિયાના સુપુત્ર આનંદભાઈ કાંબલિયા અવસાન થયું છે
આનંદભાઈ કાંબલિયાનું અમેરિકાના ફ્લોરિડા રાજ્યના લોસ એન્જલિસ શહેર ખાતે શુક્રવારે કોરોનાની બીમારીના કારણે દુઃખદ અવસાન થયું છે
સ્વ. આનંદભાઈ કાંબલિયા લોસ એન્જલીસ શહેરમાં પત્ની દક્ષાબેન અને બાળકો સાથે રહેતા હતા. એક ઓસ્ટ્રેલિયન કાર કંપનીમાં નોકરી કરતા હતા.
થોડા દિવસો પહેલા કોરોના વાઇરસના સંક્રમણના શિકાર બન્યા હતા. લોસ એન્જલિસની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા.




