Get The App

દુબઈમાં ફસાયેલા 14 અમદાવાદીઓ માટે દેવદૂત બન્યા ધોળકાના વતની

Updated: Mar 12th, 2026

GS TEAM

Google News
Google News
દુબઈમાં ફસાયેલા 14 અમદાવાદીઓ માટે દેવદૂત બન્યા ધોળકાના વતની 1 - image

એરલાઇન્સ સાથે સંકલન સાધી રી-બુકિંગ કરાવી પરત મોકલ્યા

યુદ્ધના કારણે ફ્લાઇટ કેન્સલ થતાં બ્રહ્મકુમારી બહેનોને વધુ રોકાણ કરવું પડયું ઃ નાણા ખૂટી જતા જમવા-રહેવાનો પ્રશ્નો ઉભો થયો હતો

બગોદરાવિદેશ પ્રવાસ દરમિયાન જ્યારે મુસીબત આવે ત્યારે વતનનો સાદ અને સાચું માર્ગદર્શન જીવનદાન સમાન સાબિત થાય છે. ધોળકાના પીસાવાડા ગામના વતની અને વર્ષોથી દુબઈમાં સ્થાયી થયેલા સેવાભાવી હસનભાઈ બારડ મુખીએ આ વાત સાર્થક કરી બતાવી છે.

ઇરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે ૪ માર્ચના રોજ ફ્લાઇટ કેન્સલ થતાં અમદાવાદના પ્રકાશભાઈ પ્રજાપતિએ પોતે અને બ્રહ્મકુમારીની બહેનો દુબઇના ફયાસા હતા. જોકે, દુબાઇનમાં વધુ રોકાણ કરવું પડતાં  તેમની પાસે હોટેલ બિલ કે જમવાના નાણાં બચ્યા નહોતા. આથી તેઓ હસનભાઈનો સંપર્ક કરી પોતે મુસીબતમાં હોવાનું જણાવ્યું હતું.

હસનભાઈએ રાતોરાત ગુજરાતી સમાજના અન્ય કાર્યકરો અને સચિનભાઈ જોશી સાથે સંપર્ક સાધી રહેવા-જમવાની વ્યવસ્થાનું આશ્વાસન આપ્યું હતું. તેમણે 'એર અરેબિયા' ઓફિસનો સીધો સંપર્ક કરી રજૂઆત કરતા એરલાઇન્સે વધારાના ચાર્જ વગર ટિકિટો રી-બુક કરી આપી હતી. ૬ માર્ચના રોજ હસનભાઈએ જાતે હોટેલ જઈ તમામનું ચેક-આઉટ કરાવ્યું અને ૭ માર્ચના રોજ વહેલી સવારે આ ૧૪ પ્રવાસીઓ અમદાવાદ એરપોર્ટ પર હેમખેમ ઉતર્યા હતા.