વડોદરા,બારોટ અને પટેલ સમાજના યુવકો વિરૃદ્ધ દાખલ થયેલી એટ્રોસિટીની ફરિયાદ ખોટી હોવાના આક્ષેપ સાથે આજે સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
સમગ્ર બારોટ સમાજના લોકોએ આજે કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી કે, ગત ૧૫ મી એપ્રિલે સમાજના કેટલાક યુવકો વિરૃદ્ધ ખોટી અને નિરાધાર ફરિયાદ નોંધવામાં આવી છે. તેઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, આ ફરિયાદ ડભોઇના ધારાસભ્ય દ્વારા કરાવવામાં આવી છે. આ યુવકો કોઇપણ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલા નથી. તેમની સામે કરવામાં આવેલી ફરિયાદ સંપૂર્ણપણે ખોટી છે.જે ફક્ત રાજકીય હકીકતથી પ્રેરિત છે, આ કારણે તેઓ તથા તેમના પરિવારજનો માનસિક અને સામાજિક રીતે હેરાન થઇ રહ્યા ચે. અમારી માગણી છે કે, આ ઘટનાની નિષ્પક્ષ અને સખત તપાસ કરવામાં આવે. સત્ય પરિસ્થિતિ બહાર લાવવામાં આવે. ખોટી ફરિયાદ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવે અને નિર્દોષ છોકરાઓને ન્યાય અપાવવામાં આવે.


