Get The App

એક લાખ ખંડણી માગીને ધંધો નહી કરવા દેવાની કોન્ટ્રાકટરને ધમકી

કોર્પોરેશનમાં અરજીઓ કરી શખ્સે ધંધો બંધ કરાવ્યો

સરદારનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી

Updated: Apr 18th, 2026

GS TEAM

Google News
Google News
એક લાખ ખંડણી માગીને ધંધો નહી કરવા દેવાની કોન્ટ્રાકટરને ધમકી 1 - image

અમદાવાદ, શનિવાર

પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો ખંડણીની માંગણી કરીને ધાક ધમકીઓ આપીને વેપારીવર્ગને હેરાન પરેશાન કરી રહ્યા છે. કુબેરનગરમાં કોેન્ટ્રાકટર પાસે રૃપિયા એક લાખની ખંડણી માંગીને મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સરદારનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પૈસા નહી આપે તો ઘરે આવીને મારીશ કહીને વૃધ્ધને ડરાવ્યા ઃ સરદારનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી

કૃષ્ણનગરમાં રહેતા અને જૂના મકાન નવા બનાવીને લેબર કોન્ટ્રાકટરનો વ્યવસાય કરતા વૃદ્ધે સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોબલનગર ખાતે રહેતા નરેશભાઇ  સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૫-૦૧-૨૬ના રોજ વૃદ્ધ રાજવીર સર્કલ પાસે હાજર હતા ત્યારે આરોપીએ બોલાવીને તારે અહી ધંધો કરવો હોય તો મને એક લાખની ખંડણી આપવી પડશે નહીતર હું તેને આ વિસ્તારમાં ધંધો કરવા નહી દઉ, તું કોઇપણને પૂછી લેજે લોકો ધેંધો કરે છે અને મને પૈસા આપે છે જેથી વૃદ્ધે દસ હજાર આપવાની વાત કરતાં મારી નાંખવાની ધમકી આપી હતી.

ત્યારબાદ અવાર નવાર ફોન કરીને હજુ પૈસા કેમ આપતો નથી જો તું રૃપિયા નહી આપે તો ઘરે આવીને મારીશ તેવી ધમકીઓ આપી હતી એટલું જ નહી કોર્પોરેશનમાં ગેરકાયદે બાંધકામની ખોટી અરજીઓ કરીને ધંધો  બંધ કરાવી દીધો હતો. આ ઘટના અંગે સરદારનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.