Get The App

લીંબડી ડેપોમાં મુસાફરના પગ પર બસ ફરી વળતા કચ્ચરઘાણ નીકળ્યો

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
લીંબડી ડેપોમાં મુસાફરના પગ પર બસ ફરી વળતા કચ્ચરઘાણ નીકળ્યો 1 - image

અમદાવાદ-ભુજ રૃટની બસ નાસ્તા માટે ઉભી રહી હતી

ઇજાગ્રસ્તને સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડાયો ઃ ડ્રાઇવર સામે કડક કાર્યવાહી કરવા માંગ

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની વધતી ઘટનાઓ વચ્ચે લીંબડી એસટી બસ સ્ટેન્ડમાં મુસાફરો પણ સુરક્ષિત ન હોવાની ગંભીર ઘટના સામે આવી છે. અમદાવાદથી ભુજ જતી એસટી બસ દ્વારા બસ સ્ટેન્ડની અંદર જ એક પેસેન્જરને હડફેટે લેવામાં આવતા તેનો પગ ફેલ થઈ ગયો હતો. આ ઘટનાથી એસટી તંત્રના 'સલામત સવારી'ના દાવાઓ પર સવાલ ઊભા થયા છે.

મળતી માહિતી મુજબ અમદાવાદ-ભુજ નારાયણ સરોવર એસટી બસ ચા-નાસ્તા માટે લીંબડી બસ સ્ટેન્ડમાં ઊભી રાખવામાં આવી હતી. બસમાં મુસાફરી કરતા અશોકભાઈ નામના પેસેન્જર બસમાંથી નીચે ઉતર્યા હતા. તે દરમિયાન ડ્રાઈવરે અચાનક બસ પાછી લેતાં અશોકભાઈનો પગ બસના ટાયર નીચે આવી ગયો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા.

ઘટના બાદ બસ સ્ટેન્ડ પર અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તરત જ ઇજાગ્રસ્ત પેસેન્જરને લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી વધુ સારવાર અપાવી હતી. પેસેન્જરના પગને ભારે ઇજા પહોંચતા તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. એસટી બસ ડ્રાઈવરો દ્વારા બસ સ્ટેન્ડમાં બેદરકારીપૂર્વક બસ ચલાવવામાં આવતી હોવાના આક્ષેપો સાથે જવાબદાર ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.