અમદાવાદ, શનિવાર
પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો માથું ઉચકીને નિર્દોષ નાગરિકો ઉપર ઘાતક હુમલા કરી રહ્યા છે. દાણીલીમડામાં પેરોલ ઉપરથી છૂટીને આવેલા શખ્સે ઉછીના રૃપિયા માંગતા શ્રમજીવી યુવકે રૃપિયા આપવાનો ઇન્કાર કરતા યુવકને છરીના ઘા માર્યા હતા. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોેધી વધુ તપાસ હાથ ધરી છે.
એક શખ્સે પકડી રાખ્યો બીજાએ છરી મારી ઃ આજે તો બચી ગયો ફરીથી મળીશ તો મારી નાખવાની ધમકી આપી ઃ દાણીલીમડા પોલીસે ત્રણ સામે ગુનો નોંધ્યો
ઇસનપુરના રહેતા અને ગેરેજકામ કરતા યુવકે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ઝૈદ તથા ફાઇટર સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે બપોરે મિત્રના ત્યાં સિલાઇના કારખાનમાં બેઠો હતો આ સમયે તેના મિત્રનો ફોન આવ્યો હતો કે કોઈ તને મળવા આવ્યું છે જેથી નીચે આવીને જોયું તો તેનો મિત્ર સાથે ત્રઇણ લોકો ઉભેલા હતા.
મહમંદ ફાઈટરે કહ્યું કે તું મને ઓળખે છે ને હું જેલમાંથી પેરોલ ઉપર છૂટીને બહાર આવ્યો છું મારે પૈસાની જરૃર છે તો મને થોડા હાથ ઉછીના રૃપિયા વાપરવા માટે જોઈએ છે.યુવકે રૃપિયા આપવાની ના પાડતાં ગુસ્સે થઇ ગાળો બોલવા લાગ્યો ત્યારબાદ એક શખ્સે યુવકને પકડી રાખ્યો અને પેરોલ પર બહાર આવેલ આરોપીએ છરી કાઢીને મારવા જતા યુવકે પકડી લીધી હતી. આથી ત્રીજા શખ્સે ગાલ પર છરીનો ઘા મારી દીધો હતો. બુમાબુમ થતા જતા આરોપીઓ નાસી ગયા હતા.


