Gujarat

પ્રાથમિક સ્કૂલોમાં ઘટ હોવાથી અંગ્રેજી વિષય માટે 9700 વેકેન્સી માટે જ્ઞાન સહાયકોની ભરતી કરાશે

By GS Team
3 Aug 20261 min read
TukuTouch Logo
રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ સુધારવા 9,700 'જ્ઞાન સહાયકો'ની 11 માસના કરાર આધારિત ભરતી થશે. ધોરણ 6થી 8માં અંગ્રેજી વિષયના શિક્ષકોની અછત પૂરવા આ નિર્ણય લેવાયો છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા 21,000 રૂપિયા માસિક વેતનથી 42 વર્ષ સુધીના ઉમેદવારોની ભરતી કરાશે. 4થી 10 ઓગસ્ટ સુધી અરજીઓ સ્વીકારાશે અને 12 ઓગસ્ટે મેરિટ લિસ્ટ જાહેર થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રાથમિક સ્કૂલોમાં ઘટ હોવાથી અંગ્રેજી વિષય માટે 9700 વેકેન્સી માટે જ્ઞાન સહાયકોની ભરતી કરાશે

Gyan Sahayak Bharti: રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા અને શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ખાસ કરીને ધોરણ 6થી 8માં અંગ્રેજી વિષયના શિક્ષકોની મોટી અછત જોવા મળી રહી છે, જેને ધ્યાનમાં રાખીને સરકારે મંજૂર મહેકમ ઉપરાંત અલાયદી ખાસ 9,700 જગ્યાઓ પર 'જ્ઞાન સહાયકો' મૂકવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

11 માસના કરાર આધારિત ભરતી અને માનદવેતન

આ ભરતી 11 માસના કરાર આધારિત કરવામાં આવશે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા આ અંગેની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે. પસંદગી પામનાર જ્ઞાન સહાયકોને માસિક 21,000 રૂપિયા વેતન આપવામાં આવશે. આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોની વયમર્યાદા 42 વર્ષ નક્કી કરવામાં આવી છે.

અરજી અને ભરતી પ્રક્રિયાનું ટાઈમટેબલ

અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક બનવા ઈચ્છુક ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયાનું આયોજન નીચે મુજબ રહેશે:

ઓનલાઈન અરજી: ઉમેદવારો 4 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

મેરિટ લિસ્ટ: ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 12 ઓગસ્ટે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે.

દસ્તાવેજ ચકાસણી અને સ્થળ પસંદગી: 17 ઓગસ્ટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન (ચકાસણી) હાથ ધરાશે, ત્યારબાદ શાળા પસંદગી અને રિપોર્ટિંગની આખરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

સરકારના આ નિર્ણયથી સરકારી પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી વિષયનું શિક્ષણ વધુ મજબૂત બનશે અને હજારો શિક્ષિત બેરોજગારોને રોજગારીની તક મળશે.