80મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી અમરેલીમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Independence Day 2026: દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવી છે. અહીંના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરાવ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વના આ ઐતિહાસિક પ્રસંગે સમગ્ર અમરેલી જિલ્લો દેશભક્તિના રંગે રંગાયેલો જોવા મળ્યો હતો.
દિલધડક પરેડ અને સાહસિક આકર્ષણો
મુખ્ય સમારોહ દરમિયાન ગુજરાત પોલીસના શિસ્તબદ્ધ જવાનો દ્વારા ભવ્ય પરેડ યોજવામાં આવી હતી, જે ઉપસ્થિત અમરેલીવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉપરાંત ગુજરાત પોલીસ અને જેલ પોલીસની મહિલા જવાનો દ્વારા શાનદાર 'રાઇફલ ડ્રીલ'ની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
કાર્યક્રમને વધુ રોમાંચક અને વિહંગમ બનાવવા માટે વિવિધ સાહસિક અને સાંસ્કૃતિક પ્રદર્શનોનું આયોજન કરાયું છે, જેમાં અમરેલીની વિદ્યાસભા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા મનોહર સાંસ્કૃતિક કાર્યક્રમો. બાઈક સ્ટંટ શો, ડોગ-શો, 'માઉન્ટેડ અશ્વ-શો' અને 'ટેન્ટ પેગીંગ'ના દિલધડક કરતબો. શારીરિક અને માનસિક સુખાકારી દર્શાવતા યોગના વિવિધ આયામોની પ્રસ્તુતિ.
વરિષ્ઠ અધિકારીઓની ખાસ ઉપસ્થિતિ
કાર્યક્રમનું સુચારુ સંકલન અને ગરિમા જળવાઈ રહે તે માટે વિવિધ સરકારી વિભાગો દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી હતી. આ રાજ્યકક્ષાના મુખ્ય સમારોહમાં રાજ્ય સરકારના અગ્ર સચિવ એમ.કે. દાસ, અધિક અગ્ર સચિવ અંજુ શર્મા, રાજ્યના DGP જી.એસ. મલિક સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.









