Gujarat

વડોદરામાં 7મી ISSO નેશનલ બાસ્કેટબોલ અને હેન્ડબોલ ચેમ્પિયનશિપનો પ્રારંભ

By GS TEAM
17 Nov 20251 min read
TukuTouch Logo
રાષ્ટ્રીય સ્તરની આ સ્પર્ધામાં 35 શાળાના 800 વિદ્યાર્થી-ખેલાડીઓએ ભાગ લીધો

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં 7મી ISSO નેશનલ બાસ્કેટબોલ અને હેન્ડબોલ ચેમ્પિયનશિપનો પ્રારંભ

Vadodara : વડોદરા શહેરની નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે તા.17 થી 21 નવેમ્બર દરમિયાન 7મી ISSO (ઇન્ટરનેશનલ સ્કૂલ્સ સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન) નેશનલ બાસ્કેટબોલ અને હેન્ડબોલ ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો છે. પાંચ દિવસીય આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશભરની 35 શાળાઓના કુલ 800 જેટલા વિદ્યાર્થી-ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે.

યુવા ખેલાડીઓમાં સ્પોર્ટ્સમેનશીપ, ટીમવર્ક, ખેલ કુશળતા અને આંતર-સાંસ્કૃતિક વિનિમયને વેગ આપવાનો આ ચેમ્પિયનશિપનો મુખ્ય હેતુ છે. આજે યોજાયેલ ઓપનિંગ સેરેમનીમાં વડોદરા મ્યુ. કમિશનર અરુણ મહેશ બાબુ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ ઉપરાંત બરોડા ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશનના સચિવ નેહલ રામાણી, ISSO ડાયરેક્ટર ગૌરવ દીક્ષિત, વડોદરાના બાસ્કેટબોલ ખેલાડીઓ દિશાંત શાહ અને સહજ પટેલ સહિતના સ્પોર્ટ્સ તથા શિક્ષણ ક્ષેત્રના મહાનુભાવો યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટ દરમિયાન બાસ્કેટબોલ તથા હેન્ડબોલની વિવિધ કેટેગરીમાં ISSO નેશનલ ટ્રોફી માટે રોમાંચક મુકાબલો જોવા મળશે. 21 નવેમ્બરના ક્લોઝિંગ સેરેમની દરમ્યાન વિજેતા, રનરઅપ તથા ઉત્તમ પ્રદર્શન કરનાર ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે.