Vadodara Corporation : વડોદરા મ્યુ. કોર્પોરેશન દ્વારા પીપીપી (પબ્લિક પ્રાઈવેટ પાર્ટિસિપેશન) ધોરણે શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત કરાયેલા 15 પબ્લિક ઈલેક્ટ્રિક હિકલ ચાર્જિંગ સ્ટેશનો પૈકી 7 ચાર્જિંગ સ્ટેશનો બંધ પડ્યા છે.
વડોદરામાં ઈલેક્ટ્રિક વ્હિકલનું ચલણ દિન પ્રતિદિન વધતું જોવા મળી રહ્યું છે. દરજીપુરા આરટીઓ ખાતે 18 હજારથી વધુ ઈલેક્ટ્રિક વાહનો રજીસ્ટર થયા છે. વડોદરા મ્યુ. કોર્પોરેશન દ્વારા કેન્દ્ર સરકારની ઈલેક્ટ્રિક વ્હિકલ પ્રોત્સાહન યોજના અંતર્ગત વિવિધ વિસ્તારોમાં પબ્લિક ઈલેક્ટ્રિક વ્હિીકલ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવાનું આયોજન કર્યું હતું. વર્ષ 2024માં મ્યુ. કોર્પોરેશનની સામાન્ય સભામાં કોર્પોરેશનની જગ્યા પર રેવન્યુ શેરિંગ મોડેલ આધારિત શહેરમાં જુદા જુદા 20થી વધુ સ્થળોએ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવા અદાણી ટોટલ એનર્જિ ઈમોબિલિટી લિ.ની દરખાસ્તને વોટિંગ બાદ મંજૂરી મળી હતી. જેમાં ઓપરેશન અને મેન્ટેનન્સ 10 વર્ષ માટે આ કંપની કરશે. ચાર્જિંગ સ્ટેશનના વીજ વપરાશના એક યુનિટ દીઠ દોઢ રૂપિયો પ્રથમ છ વર્ષ માટે અને ત્યારબાદ એક યુનિટના બે રૂપિયા કોર્પોરેશનને રેવન્યૂ શેરિંગ પેટે આપશે તથા વીજ વપરાશ બિલ કંપની ચૂકવશે અને કોર્પોરેશનને કોઈ ખર્ચ થશે નહીં તેવો ઉલ્લેખ હતો.

આ નિર્ણય સામે વિપક્ષની દરખાસ્ત હતી કે, કોર્પોરેશનના માથે કોઈ ખર્ચનું ભારણ નથી, પરંતુ જે જમીન કોર્પોરેશને આપી છે તેની કિંમત હોય છે. માર્કેટ ભાવે જમીનનું ભાડું વસૂલવામાં આવે અને જમીનના બદલામાં કોર્પોરેશનના ઈલેક્ટ્રિક વાહનો મફતમાં ચિાર્જિંગ કરી આપે. કોર્પોરેશન હાલ શહેરમાં 15 સ્થળોએ ચાર્જિંગ સ્ટેશનો કાર્યરત હોવાનો દાવો કરે છે. પરંતુ હકીકતમાં 7 સ્થળોએ ચાર્જિંગ સ્ટેશનો બંધ જણાયા હતા, અને આ ચાર્જિંગ સ્ટેશનો ખાતે ઝાડી ઝાંખરા અને ગંદકી જોવા મળી છે. કંપની એક યુનિટના કોર્પોરેશનને દોઢ રૂપિયો ચૂકવે છે. દર ત્રણ મુહિને કોર્પોરેશનને નક્કી કરેલા રૂપિયા!!(6 આપે છે, જેમાં અત્યાર સુધીમાં 12 મહિનામાં મ્યુ. કોર્પોરેશનને રૂ.1.85 લાખની આવક થઈ છે. દર 3 મહિને પેમેન્ટ થાય છે. ડિસેમ્બર 2024માં પહેલું પેમેન્ટ રૂા.35000નું થયું હતું.
આ ચાર્જિંગ સ્ટેશનો બંધ હાલતમાં
(1) રાત્રિ બજાર, કારેલીબાગ
(2) રાત્રિ બજાર, આજવારોડ
(3) કમલાનગર તળાવ
(4) બાપોદ તળાવ
(5) કપુરાઈ ચોકડી
(6) દરજીપુરા આરટીઓ
(7) હરણી તળાવ
વધુ 9 સ્થળોએ ચાર્જિંગ સ્ટેશનો બનશે
પંડિત દીન દયાલ ઉપાધ્યાય નગર ગૃહ, મકરપુરા બસ ડેપો, માંજલપુર સ્પોર્ટ કોમ્પલેક્સ અને ભાયલી બીએપીએસ હોસ્પિટલ પાસે નવા ચાર્જિંગ સ્ટેશન પ્રગતિ હેઠળ છે. જયારે વર્ષ 2026 માં તપોવન મંદિર, વડોદરા ક્રિકેટ એકેડમી, કારેલીબાગ સ્વિમિંગપૂલ અયપ્પા ગ્રાઉન્ડ અને રેવા પાર્ક ગાર્ડન ખાતે ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવાનું મ્યુ. કોર્પોરેશનનું આયોજન છે.
કઈ એપથી ચાર્જ કરવું, ગ્રાહકો મૂંઝવણમાં
આજે સુરતથી અમદાવાદ તરફ જતું એક પરિવાર કાર ચાર્જિંગ કરવા માટે મ્યુ. કોર્પોરેશનના વડસર ટ્રી મ્યુઝિયમ પાસેના ચાર્જિંગ સ્ટેશન ખાતે પહોંચ્યું હતું. તેમણે છે અલગ અલગ એપ્લિકેશન વડે કાર ચાર્જ કરવા માટે પ્રયાસ કર્યો હતો. ઘણી મથામણ બાદ સફળતા ન મળતા તેઓ કાર ચાર્જ કર્યા વગર પરત ગયા હતા. તેમનું કહેવું હતું કે, ચાર્જિંગ સ્ટેશન ખાતે ચાર્જિંગની પદ્ધતિ દર્શાવતું બોર્ડ જરૂરી છે.


