Gujarat

સુરત સિવિલમાં અને સ્મીમેરમા કોરોના સંક્રમિતમા 660 દર્દીઓ ગંભીર

By GS Team
17 Jul 20201 min read
This article was originally published on 17 Jul 2020
સુરત સિવિલમાં અને સ્મીમેરમા કોરોના સંક્રમિતમા 660 દર્દીઓ ગંભીર

સુરત, તા. 17 જુલાઈ 2020 શુક્રવાર

સુરતમાં કોરોના બેકાબૂ બની રહ્યો હોવાથી કેસ વધી રહ્યા છે અને મૃત્યુઆંકમા પણ વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં કોરોનામા 350 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.

આવા સંજોગોના લીધે ગંભીર હાલતના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં આજ રોજ 625 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 530 દર્દીઓની હાલત ગંભીર છે જેમાં 21 - વેન્ટિલેટર, 53- બાઈપેપ અને 456 દર્દીઓ ઓક્સિજન પર છે.

જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં આજ રોજ 166 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 153- દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 6- વેન્ટિલેટર, 16- 

બાઈપેપ અને 108 દર્દીઓ ઓક્સિજન પર છે. જેથી બંને હોસ્પિટલ ડોક્ટરો અને નર્સીંગ સ્ટાફ સહિતની ટીમ રાતદિવસ ખડે પગે દર્દીઓની સારવાર આપી રહ્યા છે.